આત્મહત્યા:હુકામાં પરિણીતાના પતિએ ચારિત્ર પર શંકા કરતાં ઘરમા જ ફાંસો ખાધો

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પહેલા કોઈ સબંધ રહેલો હશે તો માતાજી આગળ પકડાઈ જઈશ કહેતાં પરિણીતાએ ફાંસો ખાધો

6 માસ પૂર્વે લગ્ન થયેલી હુકાની પરિણીતાના પતિ દ્વારા અવારનવાર ચારિત્રની શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ લેતા આત્મહત્યા કરી હતી. પરણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. રામોલમાં રહેતા પિતાની દીકરીના લગ્ન 6 માસ પૂર્વે દસક્રોઈના હુકા ગામે થયા હતા. પરિણીતાના આણા ચાલતાં હોઈ પિયરેથી સાસરીમાં આવતીજતી રહેતી હતી.પરિણીતા પિયર જતી ત્યારે મા બાપને કહેતી કે પતિ ચારિત્રની શંકા રાખી અવારનવાર મારઝૂડ અને બોલાચાલી કરી ઝઘડો કરે છે.

પરંતુ પિતા દીકરીનું ઘર બંધાય તે સારું સાસરે મૂકી આવતા. દિવાળીના દિવસોમાં પરિણીતા સાસરીમાં હુકા ગામે આવી હતી. પરિણીતાના પિતાએ દાખલ કરેલ પોલીસ ફરિયાદ મુજબ ગત 6 નવેમ્બરે જમાઈના બનેવીનો કોલ આવેલો અને જણાવેલું કે દીકરીએ ઘરમાં ફાંસો ખાધો છે. આથી દીકરીના મા બાપ અને પરિવારજનો હુકા ગયા હતા. ત્યારે દીકરી મૃત હાલતમાં ગાદલામાં હતી.ગળા ફાસો અંગે પરિણીતાના પિતાએ જમાઈને પૂછતાં જણાવેલ કે મેં પત્નીને પુછેલ કે આપણા લગ્નને હજી 6 માસ થયા છે અને થોડા દિવસોમાં માંડવો નાખવાનો છે.

આ માંડવામાં તારે લગ્ન પૂર્વે કોઈ સબંધ હોય તો માતાજી આગળ પકડાઈ જઈશ. આથી પત્નીએ કહેલું કે લગ્ન પૂર્વે એક છોકરાએ મારો હાથ પકડ્યો હતો.બીજું કાંઈ થયું ન હોતું .શુ આપણ માતાજી પકડી લેશે આવી વાત થયેલ અને હું શાકભાજી લેવા ગયેલ રાતના દોઢ વાગે પરત આવેલ ત્યારે પત્ની ઘરમાં પાઇપ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં હતી.

અન્ય સમાચારો પણ છે...