કાર્યવાહી:વાંચ ગામના ગૌચર દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતે 200 દબાણકર્તાને નોટિસ આપી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DILR રિપોર્ટમાં રિસર્વે રેકોર્ડમાં ભૂલનો સ્વીકાર છતાં કલેક્ટરે દબાણ દૂર કરવા આદેશ આપ્યો, હાઇકોર્ટમાં રિટ થતા કલેક્ટરની દબાણો સામે કાર્યવાહી કરવા તાકીદ

વાંચ ગ્રામ પંચાયતની સર્વે નંબર 165ની ગૌચરની જમીન ઉપરના દબાણો દુર કરવા હિંમતસિંહ ચાવડાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેને લઇ વાંચ ગામ પંચાયતને અમદાવાદ જિલ્લા કલેકટરે સૂચના આપતા તે અનુસંધાને વાંચ ગ્રામ પંચાયતે 21 મેના રોજ આ દબાણો દૂર કરવા નિર્ણય લેવામાં આવતા દબાણ કરતાઓને નોટિસ આપવામાં આવી છે.

વાંચ ગામના સર્વે નંબર 165ના ગૌચરમાં દબાણો દૂર કરવા મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં દબાણો દૂર નહીં કરાતા હાઇકોર્ટેમાં રિટ કરાઈ હતી. છેલ્લે જાન્યુઆરી 2020માં ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવા ઠરાવ્યુંં હતું. પરંતુ ટીડીઓએ ગૌચર માપણીની હદ નક્કી કરવા પ્રાંત અધિકારીને જમીન માપણી માટે માપણી અધિકારીને પત્ર વ્યવહાર કરતા દબાણ દૂર થઈ શક્યા ન હતા.

આથી અરજદારોએ હાઇકોર્ટમાં રિટ કરાતા અને આ અંગે 9 જુનના રોજ વધુ સુનાવણી થાય તે પૂર્વે 21મેના રોજ દબાણો દૂર કરવા કાર્યવાહી કરે તે પૂર્વે દબાણ કર્તાઓને પંચાયત દ્વારા નોટિસ આપી છે. વાંચ ગૌચરના દબાણ દૂર કરવા 2020માં ટીડીઓએ વાંચ તેમજ બડોદરા ગામના સરપંચોને સાંભળ્યા પછી પ્રાંત અધિકારીને લખેલા પત્ર મુજબ વાંચ ગામના 165 નંબરના ગોચરમાં વાંચ અને બડોદરા ગામની હદ મિશ્રિત થાય છે.

આથી દબાણ દૂર કરતા પહેલા બંને ગામો વચ્ચે હદને લઈને કોઈ ન્યાયિક પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં માટે સીમાંકન નક્કી કરવા પ્રાંત અધિકારીને પત્ર લખી જણાવાયું હતું. ટીડીઓના પત્ર બાદ ડીઆઈએલઆરએ માપણી કરી શીટ આપી તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રિસર્વે માપણી સ્થળ સ્થિતિ મુજબ સુસંગત જણાઈ નહોઈ સુધારા કરવા પાત્ર થાય છે એ પોતે સ્વીકારે છે કે રિસર્વે રેકોર્ડમાં ભૂલ છે આમ છતાં હાલની સીટ મુજબ દબાણો દૂર કરવા કલેક્ટરે આદેશ કરતા મુજબ દબાણ દૂર કરવા વાંચ ગ્રામ પંચાયતે તૈયારી બતાવતા બંને ગામો વચ્ચે સરહદને લઈ ન્યાયિક પ્રશ્નો સર્જાશે એટલુંજ નહિ દબાણ કર્તાઓને અન્યાય થશે.

પ્રાથમિક શાળા,BSNL ટાવરના દબાણ દૂર નહિ થાય
ગુજરાત હાઇકોર્ટેના હુકમના પગલે કલેકટરે દબાણ દૂર કરવા આદેશ આપતા 200 દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે જેમાં ગોચરણ હરિજન વણકર હા.સોસાયટી, ગામતળ ગ્રામ ગૃહ નિ.બોર્ડ, બીએસએનએલ ટાવર, સરકારી સહાયવાળા આવાસ, પ્રાથમિક શાળા,આંગણવાડી કેન્દ્ર, પાણીની ટાંકી આવેલી છે .પરંતુ કલેકટરની સૂચના મુજબ આ સરકારી મિલકતો હોવાથી દબાણ તરીકે ગણી દૂર નહીં કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...