આયોજન:વહેલાલની શાળાના શિક્ષકનો બેન્ડવાજા, પુષ્પવર્ષા સાથે વિદાય સમારંભ યોજાયો

વહેલાલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહેલાલ શાળાના શિક્ષકનો વાજતે ગાજતે વિદાય સમારંભ યોજાયો. - Divya Bhaskar
વહેલાલ શાળાના શિક્ષકનો વાજતે ગાજતે વિદાય સમારંભ યોજાયો.
  • 37 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતાં કાર્યક્રમ યોજાયો
  • શાળાના એક ક્લાર્કને પણ માનભેર વિદાય આપવામાં આવી

વહેલાલની એ.એચ.શાહ વિદ્યાવિહારમા 37 વર્ષ સુધી ફરજ બજાવનાર આચાર્ય, શિક્ષક તેમજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુભાષભાઈ અંબાલાલ પટેલને ફૂલહાર, શાલ ઓઢાડીને નહિ પરંતુ કોઈ રાજનૈતિક નેતા,મહાનુભવોનું જે રીતે જાજમ બિછાવી પુષ્પવર્ષાથી આદર કરવામાં આવે છે તેજ રીતે નિવૃત્ત શિક્ષકનું ગુલાબની પાંદડીની વર્ષા તેમજ બેન્ડવાજા સાથે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.તેમજ સી.જી.અમીન વિધામદિરના ક્લાર્ક રાજેન્દ્રભાઈ પટેલને પણ માનભેર વિદાય અપાઈ હતી.

આ પ્રસંગે વિશેષ મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડના ચીફ કમિશનર સવિતાબેન પુજારા, જાવેદભાઈ એસ શેખ અનુદાનીત પ્રા.શિક્ષક સંઘ પ્રમુખ, પૂર્વ વિધાર્થી તેમજ ગાંધીનગર જિલ્લા સદસ્ય કિરીટસિંહ બીહોલા, કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ ,વહેલાલ તાલુકા સીટના સદસ્ય ઉમેશભાઈ જી. પટેલ સહિત કેળવણી મંડળના હોદેદારો વહેલાલના પૂર્વ તેમજ ચાલુ સરપંચ હાજર રહ્યા હતા.

નિવૃત શિક્ષકના વિદાય સમારંભમાં શાળા સંકુલના પ્રવેશદ્વારમાં પુષ્પ વર્ષા, બેન્ડવાજા- પરેડ દ્વારા આદર કરવામાં આવ્યો હતો બાદમાં શાળાના હોલમાં શાળા સંચાલકો, શિક્ષકગણ, વિધાર્થીઓ, સ્વજનો દ્વારા પુષ્પહાર, શાલ ઓઢાડી તેમજ ગિફ્ટ અર્પણ કરી સન્માન પૂર્વક વિદાય આપવામાં આવી હતી.આ પ્રસંગે નિવૃત શિક્ષક તેમજ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...