આક્ષેપ:વર્તમાન ચેરમેન અને સેક્રેટરીએ મૃત્યુ પામેલી વ્યક્તિના નામે 1 લાખની લોનની ઉચાપત કરી

વહેલાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધી કણભા સેવા સહકારી મંડળની ચૂંટણી ટાણે હરીફોનો આક્ષેપ

ધી કણભા સેવા સહકારી મંડળીના ચેરમેન તેમજ સેક્રેટરી એ 1992 મા મૃત્યુ પામેલ વ્યકિતના નામે એક વર્ષ પૂર્વે એક લાખની લોન ઉધારી ઉચાપત કર્યાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.કણભા પોલીસે જિલ્લા રજીસ્ટારને સઘળી માહિતી મોકલી આપી છે.જોકે આ અંગે મંડળીના ચેરમેન અતુલભાઈ પટેલનો સંપર્ક કરતા જણાવ્યું કે જશુભાઈ ભુલાભાઈ ના નામે કોઈજ લોન અપાઈ નથી પરંતુ જશુભાઈ ભલાભાઈ ના નામે લોન અપાઈ છે.લોન આપવાની સત્તા એડીસી બેન્કની છે.

ધી કણભા સેવા સહકારી મંડળીની ચૂંટણી 28 નવેમ્બરે યોજાવવાની છે ત્યારે હરીફોએ 15 વર્ષથી ચેરમેન પદે ચૂંટાઈ આવતા કણભાના અતુલભાઈ પટેલ તેમજ સેક્રેટરી કાર્તિક રાઠોડે ભેગા મળીને જશુભાઈ ભુલાભાઈ ની બોગસ સહી કરીને તેમના નામે લોનના બોગસ પેપર તૈયાર કરી 1લાખની ઉચાપત કરાઈ હોવાની ફરિયાદ કણભા પોલીસમાં નોંધાઇ છે.

મૃતકનું કોઈ ખાતું જ નથી: એડીસી મેનેજર
એડીસી બેંક કણભા શાખાના મેનેજરે જણાવ્યું કે બેંકના લેટર પેડ પર લખીને અપાયું છે કે કણભા શાખાના રેકોર્ડ મુજબ જશુભાઈ ભુલાભાઈ પટેલના નામનું કોઈ એગ્રી. ધિરાણ ખાતું ચાલુ નથી.

જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરાઈ: પીઆઇ કણભા
ઉચપતની ફરિયાદ અંગે કણભા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.આ અંગે કણભા પીઆઇ આર.એસ સેલાનાને પૂછતાં જણાવ્યું કે ફરિયાદીની ફરિયાદ અને મંડળીના જવાબ જિલ્લા રજીસ્ટારને મોકલી અપાયા છે.

કોઈ ખોટી સહી નથી, ભળતા નામથી ભૂલ : સેક્રેટરી
મંડળીના સેક્રેટરીએ જણાવ્યું કે કોઈ ખોટી સહી નથી.એકરારનામા,અરજીમાં સહી લોન ધારક જશુભાઈ ભલાભાઈ પટેલનીજ છે. જશુભાઈ ભલાભાઈ અને જશુભાઈ ભુલાભાઈ બંને અલગ અલગ વ્યકિત છે ભૂલથી જશુભાઈ ભુલાભાઈ નામનો ખોટો બોજો પડતા બોજો રદ કરવા નોંધ પડી ગઈ છે.લોન આપવાનું મંજૂર ના મંજૂરની સત્તા મારી કે ચેરમેનની નથી એડીસીસી બેંક અને ઓફિસરનું છે.કણભા પોલીસને મંડળી તરફથી જવાબ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...