ચૂંટણી:માણસા પાલિકાની વોર્ડ નં-4ની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસા નગરપાલિકાની વોર્ડ નં-4ની ખાલી પડેલી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે તેમના સમર્થકો સાથે જઈને ફોર્મ ભર્યું હતું. - Divya Bhaskar
માણસા નગરપાલિકાની વોર્ડ નં-4ની ખાલી પડેલી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે તેમના સમર્થકો સાથે જઈને ફોર્મ ભર્યું હતું.
  • વિજયસિંહ રાઓલનું કોરોનાથી અવસાન થતા સીટ ખાલી પડી હતી
  • 1 બેઠક માટે આગામી 3જી ઓક્ટોબરના રોજ મતદાન થશે

માણસા નગરપાલિકાની વોર્ડ નં-4ની ખાલી પડેલી એક બેઠક માટે આગામી 3જી ઓક્ટોબરે મતદાન થશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ગુરૂવારે ફોર્મ ભર્યું હતું, આ અંગે મળતી માહિતી અનુસાર માણસા પાલિકાના વોર્ડ નંબર-ના સભ્ય એવા વિજયસિંહ રાઓલનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેને પગલે ખાલી પડેલી જગ્યા માટે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ દશરથસિંહ રાઓલે (બકાભાઈ) ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, શહેર પ્રમુખ ડૉ. પંકજ એસ. પટેલ, વિરોધ પક્ષના નેતા મફતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ગીરવતસિંહ ચાવડા સહિતના નેતાઓ અને કોર્પોરેટર્સ ઉપસ્થિત રહ્યાં હતા.માણસા નગરપાલિકાની વોર્ડ નં-4ની ખાલી પડેલી એક બેઠક માટે આગામી 3જી ઓક્ટોબરે મતદાન થશે. ત્યારે બીજી તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી સાથે આ બેઠક માટે પણ ચૂંટણી યોજાવાની હોવાથી હાલ જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...