તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બારેજા પાલિકાના ચીફ ઓફિસરને રિટેન્ડરીંગ કરવા આદેશ કરાયો

વહેલાલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આચરાયેલી ગેરરીતીના મામલે પ્રાદેશિક કમિશનર અમદાવાદનો હુકમ

રેજા પાલિકાના રોડના કામોમાં ટેન્ડર મંજૂર કરાવવા ગેરરીતિ થયાની ફરિયાદ અંગે રિટેન્ડરીંગ કરવા તેમજ રિટેન્ડરિંગ કરતા જે કોઈ નાણાકીય જવાબદારી ઉભી થાય તેની અંગત જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેવો આદેશ પ્રાદેશિક કમિશ્નરપાલિકા કચેરી અમદાવાદ ઝોન ધ્વારા બારેજાના ચીફ ઓફિસરને ગત 3 ડિસેમ્બરે પત્ર લખી કરવામાં આવ્યો છે. બારેજા પાલિકામાં સી.સી.રોડ,પેવર બ્લોક,ડામર કામ, રિનોવેશન કામોમાં ગેરરીતિ આચરી ટેન્ડર મંજૂર કરાયા હોવાની તેમજ સી.સી રોડમાં રકમ મર્યાદા માટે રોડના ટુકડા પાડી ખોટી રીતે તેમજ વિઝીટ સર્ટી મુકવાનું કહી બીજા કોન્ટ્રાક્ટરોની માહિતી મેળવી નિલેશભાઈ કે. પટેલના ટેન્ડરો મંજુર કર્યા છે તેવી ફરિયાદ થઈ હતી.

બાદમાં જૂના ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર બહાર પાડી જવાબદારો સામે પગલાં ભરવા બારેજા શહેર ભાજપ ધ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરીને ફરિયાદ કરાઈ હતી જેના સંદર્ભમાં કમિશ્નર ધ્વારા બારેજા પાલિકા ચીફ ઓફિસરને આદેશ કરી રિટેન્ડરીંગ કરવા જણાવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે અમુક ટેન્ડરોમાં ટેન્ડર કરતા 9.41% ઊંચા અને કેટલાક ટેન્ડરો 24.41% નીચા ભાવના છે જેનાથી પાલિકાને નાણાકીય નુકસાન થઇ રહ્યું છે.

19 લાખના કામોના રિટેન્ડરીંગનો ઉલ્લેખ
આ અંગે પ્રાદેશિક કમિશનર દ્વારા બારેજા પાલિકા ચીફ ઓફિસરને લખાયેલા પત્રમાં બારેજામાં વિવિધ ચાર વિસ્તારોમાં સી.સી.રિસરફેસિંગના 19,75,652 ના કામોનું રિટેન્ડરીંગ કરવા આદેશ અપાયો છે.રિટેન્ડરીંગ કરતા જે કોઈ નાણાંકીય જવાબદારી ઉભી થાય તે ચીફ ઓફિસરની રહેશે તેમજ ટેન્ડર 9.41% કરતા ઉંચા આવે તે ખર્ચ પણ ચીફ ઓફિસરે કરવાનો રહેશે.

ટેન્ડરોના નિયમ વિરુદ્ધ સર્ટીફિકેટ અપાયા
ગત 28 ઓક્ટોબર 2020 ના રોજ સ્થળ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તેમાં મ્યુ.ઈજનેર,ચીફ ઓફિસર,તથા પ્રમુખની સહિઓવાળું સર્ટીફીકેટ રજૂ કર્યુ છે તે ટેન્ડરના નિયમ વિરુદ્ધ છે જેનાથી ટેન્ડરની ગોપનીયતા રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો