શિક્ષણ:82 વર્ષના નિવૃત્ત શિક્ષક 23 વર્ષથી સ્વ ખર્ચે શાળાએ જઈ શિક્ષણ આપે છે

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી, અંગ્રેજી, ગણિત- વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષયો વિધાર્થીઓને આગવી શૈલીથી ભણાવે છે

એક તરફ આજનો યુવા સરકારી શિક્ષક ઉચ્ચ પગાર ધરાવે છે,મોટા ભાગે પ્રાઇવેટ વાહન કાર એક્ટિવા લઈ શાળાએ જતા હોય છે ,જૂની પેંશન નીતિનો લાભ લેવા આંદોલન કરતો જોવા મળે છે. મોબાઈલ વગર શિક્ષણ આપવું અશક્ય હોવાથી તેમજ સમય મુજબ મોબાઈલ રાખવો જરૂરી છે અને રાખે છે આવા કાળમાં 23 વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલ અને પેંશન મેળવતો 82 વર્ષનો શિક્ષક સતત 23 વર્ષથી સ્વ ખર્ચે એએમટીએસ, એસટી બસ અથવા ભાડાની રિક્ષાઓમાં અલગ અલગ શાળાઓમાં શિક્ષણ આપવા જતો હોય એવું જવલ્લેજ જોવા મળે.

મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખડોલ ગામના અને હાલ બોપલ રહેતા લાલજીભાઈ નાથાભાઇ પટેલ ઓલ્ડ એસ.એસ.સી પીટીસી પાસ કરી સરકારી શાળામાં 8 જેટલી શાળાઓમાં શિક્ષણ આપી અમદાવાદ વેજલપુર શાળામાં 1999 મા નિવૃત થયા બાદ તેઓએ એક સંકલ્પ કર્યો હતો.જ્યાં સુધી મારૂ તન સ્વસ્થ હશે પગ ચાલતા રહેશે,આંખે દેખાતું હશે અને ગળાથી બોલાતું હશે ત્યાં સુધી હું ધન લીધા વિના નિસ્વાર્થ ભાવે સ્વખર્ચે અલગ અલગ શાળાઓમાં વિધાર્થીઓને જ્ઞાન શિક્ષણ આપતો રહીશ.

આ સંકલ્પ મુજબ નિવૃત્ત થયાના 23 વર્ષમાં રોજબરોજ સવારે સ્વ ખર્ચે એએમટીએસ, એસટી બસ, રીક્ષા ભાડે કરીને અલગ અલગ જિલ્લાઓની શાળામાં સવારે 7 વાગે ઘેરથી નીકળી પહોંચી જાય છે. અને ગુજરાતી, અંગ્રેજી ગણિત વિજ્ઞાન સમાજશાસ્ત્ર જેવા વિષયો વિધાર્થીઓને આગવી શૈલીથી ભણાવે છે.

માત્ર વિધાર્થીઓને ભણાવે છે એટલુંજ નહિ પરંતુ આજના શિક્ષકોને પણ તાલીમ શિક્ષણ આપે છે.તેઓ શિક્ષણ સાથે વિધાર્થીઓને તમાકુ પાન બીડી તેમજ મોબાઈલનું વ્યસન નહિ કરવા તેમજ મા બાપની સેવા કરવા અંગે બોધ આપે છે.અત્યાર સુધી 82 વર્ષની ઉંમરે બસ રિક્ષામાં 308 શાળાઓમાં શિક્ષણ આપી ચુક્યા છે.તેઓનું લક્ષ 500 શાળામાં શિક્ષણ આપવાનું છે.

સરકાર મને પેન્શન આપે છે તો હું જ્ઞાન આપું છું : લાલજીભાઈ પટેલ
મારો શિક્ષણ આપવાનો હોય હેતુ એટલો જ છે કે મને નવરાશના પળમાં ફાલતુ બેસવું કે ગપ્પા મારવા ગમતા નથી તેમાંય સરકાર મને પેન્શન આપે છે તો તેનો થોડોક ઉપયોગ સમાજ સેવામાં વિદ્યાદાન તરીકે હું આપી શકું તેમ છું તેથી કરીને સમાજમાં શિક્ષણમાં વિદ્યાર્થીને થોડું ઘણું જ્ઞાન પીરસુ છું 100 માંથી કોઈ 10 વિદ્યાર્થીઓ અનુસરશે તો પણ ઘણું છે.

દાખલો ના આવડ્યો શિક્ષકે ખેતી કરો કહ્યું, શિક્ષક બની ગયા
9 મા ધોરણમાં બીજગણિત ફાવતું નહિ શિક્ષકે દાખલો ગણવા આપ્યો લાલજીભાઈ ને બીજગણિત ફાવતું નહિ આથી ગણવાની ના પાડતા પિતા ખેડૂત હોવાથી શિક્ષકે કહ્યું જાવ તમે ખેતીજ કરી ખાવ આ શબ્દો દુઃખદાયક હતા પણ ભણવુંજ હતું માટે સહાધ્યાયી મિત્ર જીવરાજભાઈ કોરાટ અને શિક્ષકની મદદથી શીખ્યા અને દસમા ધોરણમાં એજ ગણિત શિક્ષકે દાખલામાં ભૂલ કરેલ તે બતાવી કહ્યું તમે મને ખેતી કરવા કહ્યું હતું એજ વિધાર્થીછું અને શિક્ષક ખુશ થયા.

અન્ય સમાચારો પણ છે...