તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:72 વર્ષીય નિરાધાર દિવ્યાંગ વૃદ્ધને ઓઢવ આશ્રયગૃહમાં મોકલી આપ્યા

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહદારીએ જિલ્લા અધિક ક્લેકટરને એક જ ટ્વીટ કરતા
  • વૃદ્ધ કેટલાંક સમયથી શહેરના ઉજાલા સર્કલ પાસે પગ કપાયેલી હાલતમાં પડ્યા હતા, દૈનિકક્રિયાઓ પણ જાતે કરી શકતા ન હતા

અમદાવાદના અધિક કલેક્ટર હર્ષદ વોરાને ટ્વીટર પર જાણકારી મળી કે અમદાવાદમાં એક વૃધ્ધ-નિરાધાર-દિવ્યાંગ વ્યક્તિ લાચાર પરિસ્થિતીમાં માર્ગ પર પીડાઈ રહ્યા છે. તેમણે આ 72 વર્ષીય નિરાધાર દિવ્યાંગ વૃદ્ધને ઓઢવ આશ્રયગૃહમાં મોકલી આપવામાં મદદ કરી હતી.

અમદાવાદના રાવત વંદના નામના ટ્વીટરે 18 મેં ના રોજ વૃધ્ધજનને મદદ કરવા ટ્વીટ કર્યું.ગણતરીની ક્ષણોમાં હર્ષદ વોરાએ ટ્વીટ કરી એ વૃધ્ધજનનું લોકેશન માગતાં લોકેશન મળ્યું, સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃધ્ધજનનું નામ ઠામ પણ મળ્યું. ભરતભાઈ સાંકળચંદ રાવળ, ઉ.વ 72 અને સરનામુ મળતા જ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના કરી.

ટીમ તરત જ સ્થળ પર પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા,ન કોઈ સાથ ન કોઈ સંગાથ કૂદરતી ક્રિયાઓ ત્યાંજ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતીમાં ભરતભાઈ કણસતા હતા. ટીમે સત્વરે વોરાને પરિસ્થિતીથી માહિતગાર કર્યા અને વોરાએ તેમને તરત જ ઓઢવ જિલ્લા આશ્રય ગૃહમાં લઈ જવા સુચનાઓ આપી. હાલ ભરતભાઈ આશ્રય ગૃહમાં આશરો લઈ રહ્યા છે. ત્યાં તેમની નિયમિત સારવાર અને સાર સંભાળ લેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...