તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ સાથે સારવાર:SVPના સ્ટાફે PPE સુટમાં દર્દીઓ સાથે ગરબા ગાયા

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
SVPમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થય કર્મચારીઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, દર્દીઓમાં સકારાત્મકતા વધે. - Divya Bhaskar
SVPમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થય કર્મચારીઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, દર્દીઓમાં સકારાત્મકતા વધે.
  • દર્દીઓને યોગ પણ કરાવાય છે, તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યાં છે

વહેલાલના યુવાનનો ઓક્સિજન ઓછો થઈ જતા અમદાવાદની SVP હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. શુક્રવારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગરબા ગાઈ દર્દીઓને આંનદ આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વહેલાલના યુવાન સહિતના દર્દીઓએ હોસ્પિટલની ચા નાસ્તો ભોજન તબીબી સારવાર તેમજ સ્ટાફની પ્રશંસા કરી જણાવ્યું કે દર્દીઓને યોગ દ્વારા ઓક્સિજન લેવલ કઈ રીતે જાળવી શકાય તે અંગે રોજ યોગા કરાવાય છે.

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં રિવરફ્રન્ટ પાસે આવેલા SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થય કર્મચારીઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, દર્દીઓમાં સકારાત્મકતા વધે. જેના પગલે સ્ટાફ દ્વારા PPE કીટ પહેરીને દર્દીઓ સાથે ગરબા ગાયા હતા. સકારાત્મકતા ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

વીડિયોમા સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓ PPE કિટમાં ગરબા ગાતા દેખાય છે. તેમની સાથે દર્દીઓ પણ હળવાશના મુડમાં દેખાઇ રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઇ જતા હોય છે. સતત મોત અને રોકકળ વચ્ચે રહેતા આ દર્દીઓની માનસિકતા પર અસર પડે છે. તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્યથી દર્દીઓની માનસિકતા ખુબ જ સકારાત્મકતા થાય છે.

અન્ય સમાચારો પણ છે...