નિરીક્ષણ:જૂના રસ્તા પર બ્રિજ અથવા કટ મારવા સરવે નિરીક્ષણ હાથ ધરાયું

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસલાલીના યુવાને PMને ઓનલાઈન સૂચન મોકલતા

અસલાલી પાસે સિક્સ લેન હાઇવે બનતા જૂનો રસ્તો બંધ થતાં ગ્રામજનોને પગપાળા તેમજ વાહનો સાથે 2 કિમી દૂર થી આવનજવનમાં પડતી મુશ્કેલીઓ હલ કરવા સેવાભાવી યુવાન દ્વારા જુના રસ્તા પાસે કટ અથવા બ્રિજ બનાવી આપવા વડાપ્રધાનને સૂચન કરાતા રોડ કન્સ્ટ્રકશન કંપનીએ સ્થળ નિરીક્ષણ કરી ફોટા પાડી હાઇવે ઓથોરિટીને મોકલી આપ્યા છે.

હાઇવે ઓથોરિટી સિક્સલેન હાઇવે પર ભારે સ્પીડથી દોડતા વાહનોને તેમજ લોકલ વાહનોને અકસ્માત ના થાય તેની સંભાવનાઓ તપાસીને તેમજ આવીજ પરિસ્થિતિ માં અન્ય ગામો માગ કરશે તેની સંભાવનાઓ તપાસી નિર્ણય કરી કન્સ્ટ્રકશન કંપનીને નિર્ણય આપશે.

જોકે સિક્સલેન બનતા અસલાલી બ્રિજ પાસે શહેરી બ્રિજ વિસ્તારોના ગરનાળુ જેવું ગરનાળુ બનાવાયું છે .શહેરોમાં પણ ટ્રાફિક જામ થતો હોય છે , બૅથી વધુ કીમી ફરતા હોય છે પરંતુ સ્થાનિકોની માગણી મુજબ કટ બ્રિજ બનાવાતા નથી તે જોતા અસલાલીમાં પણ હાઇવે ઓથોરિટી કટ અને બ્રિજ આપે તેવી સંભાવના ઓછી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સિક્સ લેન હાઇવે થતાં અસલાલી ગામમાં આવવા જવાનો વર્ષો જૂનો રસ્તો બંધ થઈ ગયેલ છે. અને જેના કારણે ગ્રામજનોને આશરે 2 કિ.મી. ફરીને ગામમાં આવવું પડે છે.એસટી બસો દ્વારા હાઇવે પર પેસેન્જરો ઉતારી દેવામાં આવે છે.તેથી હાલાકી પડે છે.

અન્ય સમાચારો પણ છે...