તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:જિલ્લાની 416 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી

વહેલાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસક્રોઈનું કઠવાડા ગામ અમદાવાદમાં ભળતા તેના નવા સીમાંકનની પ્રક્રિયા શરૂ કરાઈ

આગામી ડિસેમ્બરમાં રાજયની મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. અમદાવાદ જિલ્લાના કુલ 436 ગામો પૈકી 416 ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોવાથી અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતોની 3, નગરપાલિકાઓની 2 અને અમદાવાદ મહાપાલિકાની 2 બેઠકની પેટાચૂંટણી પણ ડિસેમ્બર માસમાં યોજાશે.

ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે અમદાવાદ મહાનગરપાલિકામાં ભળતા કઠવાડા ગ્રામ પંચાયતમાંથી નવરંગપુરા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો અપાતા નવેસરથી સીમાંકનની પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી છે.તો બીજીતરફ સરપંચ, ઉપસરપંચ માટે અનામત બેઠકો માટે રોટેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

દસક્રોઈ તાલુકા પંચાયતની કુહા બેઠકની ,સાણંદ તાલુકા પંચાયતની પીપળ અને ઝાપ બેઠકની પેટાચૂંટણી યોજાશે. અમદાવાદ જિલ્લા પંચાયતની નાંદેજ બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા અને ઇશનપુર વોર્ડની 1 - 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે.સાથે બારેજા પાલિકાના વોર્ડ નંબર 6 અને બાવળા પાલિકાના વોર્ડ નંબર 5ની 1- 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...