કરુણાંતિકા:વાંચના નાળા પાસેના અકસ્માતમાં એસટી બસના કંડક્ટરનું મોત

વહેલાલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરની ઘટના : ટ્રક પાછળ બસ ઘૂસી જતાં ક્રેનથી બસનો ભાગ ખોલાવવો પડ્યો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે વાંચ ગામના ગરનાળા નજીક ટ્રકની પાછળ એસટી બસ ઘુસી જતા બસ કંડકટરનું ઘટના સ્થળે મૃત્યુ હતું જ્યારે કેટલાક પેસેન્જરો ઘાયલ થયા હતા. રાજકોટની એક ટ્રક રાજકોટ થી આંધ્રપ્રદેશ પ્લાયવુડ ભરી ગઈ હતી.વળતા કપાસિયા ભરી પરત વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે વાંચ ગામની સીમ મા ટ્રકની પાછળ એસટી બસ નંબર GJ 18 Z 3163 આવતી હતી.

એસટી બસની આગળના ખાલી સાઈડના ભાગથી એસટી બસ ટ્રક પાછળ અથડાઈ હતી.અથડાયા બાદ એસટી બસનો આગળનો ખાલી સાઈડનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયેલો.બસમાં સવાર પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ જતા તેમાં એસટી બસનો કંડકટર દબાઈ ગયો હતો.

બસનો આગળનો ભાગ દબાઈ જતા હાઇવે પેટ્રોલિંગની ક્રેન બોલાવી બસની આગળનો ભાગ ખોલાવતા બસ કંડકટરની ચગદાઈ ગયેલી બોડી બહાર કાઢી હતી.તપાસ કરતા તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ટ્રક નંબર GJ03AT4536 ના ચાલક નરેન્દ્રભાઈ ખત્રીએ એસટી બસ ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે બસ હંકારી ટ્રક પાછળ અથડાવતા ટ્રકને નુકશાન થતા તેમજ કંડકટરનું સ્થળ પર મૃત્યુ થતા અને મુસાફરોને ઇજાઓ થતા વિવેકાનંદ નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.આ બનાવથી થોડો સમય ટ્રાફિકજામ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...