સમસ્યા:કઠવાડા મુકિત્તધામ 4 રસ્તા વચ્ચેનો વીજપોલ હટાવો

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કરતાં વધુ વર્ષથી સમસ્યા વણ ઉક્લી

કઠવાડા વહેલાલ માર્ગ પર કઠવાડા મુકિતધામ ચાર રસ્તા પર વચ્ચે વચ વીજ કંપનીનો વીજ તાર સહિતનો વીજ પોલ વાહન ચાલકો માટે અવરોધ રૂપ બન્યો છે, યુજીવીસીએલ વીજ કંપની સમક્ષ અકસ્માતની રાહ જોયા વગર સત્વરે દૂર કરાય એવી માંગ ઉઠી છે. આ વીજપોલ યુજીવીસીએલ ડિવિઝન યુનિટ કઠવાડા પાસે જ આવેલો છે.

વહેલાલ થી કઠવાડા માર્ગ પર કઠવાડા મુકિતધામ, બીએસએનએલ એક્સચેન્જ પાસે ચાર રસ્તા પર રસ્તાની વચ્ચે વીજ કંપનીનો વીજ લાઈન સાથેનો વીજ પોલ વાહન ચાલકો,એએમટીએસ ચાલકો માટે અવરોધરૂપ બન્યો છે. કઠવાડા,બિલાસિયા, પરઢોલ તેમજ હુકા વહેલાલ ને જોડતા ચાર રસ્તા પર માર્ગ વિભાગ દ્વારા રસ્તો પહોળો કરી પાકો બનાવ્યો છે.પરંતુ યુજીવીસીએલ વીજ કંપનીનો વીજ વાયર સાથેનો વીજ પોલ વીજ કંપનીએ રસ્તા વચ્ચેથી હટાવ્યો નથી.

ચાર રસ્તા પર વચ્ચોવચ ઉભેલા વિજપોલ સાથે કોઈ વાહન અથડાય અને પોલ ધ્વંસ થઈ વાહન ચાલક,વાહન ઉપર પડેતો કરંટથી અથવા વિજપોલના વજનથી વાહનને નુકશાન થાય,ચાલકનું મૃત્યુ કે ઇજા થાય,વીજ પોલ પડતા વીજ પ્રવાહ બંધ થાય ગ્રાહકો મુશ્કેલીમાં મુકાય તે પૂર્વે કઠવાડા ડિવિઝન વીજ કંપની આ વીજ પોલ રસ્તા વચ્ચેથી હટાવી સાઈડમાં ઉભો કરે એવી માંગ ઉઠી છે.ત્યારે આ મામલે પગલા જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...