પરિસ્થિતિ જૈસે થે:રામપુરાના 550 મતદારોનું મતદાન મથક 3 કિમિ દૂર

વહેલાલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચ દ્વારા 2-2 વાર સર્વે કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે

ઘણા વર્ષોથી રજુઆત અને ચૂંટણી પંચ દ્વારા બે બે વાર સર્વે છતાં દસક્રોઈના રામપુરામાં મતદાન મથક ઉભું નહિ કરતા 550 મતદારોને 3 કિમિ દૂર મતદાન માટે જાઉં પડે છે. દસક્રોઈના બડોદર પંચાયત હેઠળ આવેલ રામપુરા મા સરકારી પ્રાથમિક શાળા, પીવાના પાણીની ટાંકી ટ્યુબવેલ આંગણવાડી સહિતની સુવિધા છે પરંતુ 550 મતદારોને મતદાન કરવા માટે સ્વયં વ્યવસ્થા કરી 3 કિમિ દૂર બડોદરા જાવું પડે છે. રામપુરા મા મતદાન બુથ ઉભું નહિ કરાતા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીથી લઈ સંસદની ચૂંટણીમાં મતદાન માટે બડોદરા જવું પડે છે. મતદારોને મતદાન માટે વ્યકિતગત વાહનો, પક્ષના વાહનોમાં સમય બગાડી જવું પડે છે.

દસક્રોઈના બડોદર પંચાયત હેઠળ આવેલ રામપુરાના મતદારોએ અસંખ્ય રજૂઆતો ચૂંટણી પંચ, કલેકટર તેમજ પ્રાંત મામલતદાર કચેરી સુધી રજૂઆતો કરી ચૂંટણી પંચે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે અને બાદમાં એક વર્ષમાં અત્યાર સુધી બે વાર સર્વે કરેલ આમ છતાં વિધાનસભા ચૂંટણીમાં બુથ ઉભું કરવામાં આવ્યું નથી, જોકે મતદારોને અન્ય સુવિધાઓ શાળા પાણી આંગણવાડી સુવિધાને લઈ મત આપવા સમય બગાડી જાય છે.

બુથ અંગેનું કારણ પંચ જણાવતું નથી
બડોદર પંચાયત હેઠળ આવેલ રામપુરા મા બુથ ઉભું કરવા ચૂંટણી પંચે બે બે વાર સર્વે કરાવ્યો તેમ છતાં કયા કારણોસર બુથ ઉભું કરાતું નથી તે અંગે પંચ કોઈ કારણ જણાવતું નથી.

અન્ય સમાચારો પણ છે...