તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રામપુરા પરામા પંક્ચર ટ્યૂબવેલ જર્જરિત ટાંકી નવી બનાવવા માગ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 વર્ષ જૂની જર્જરિત ટાકી નવી બનાવવા રજૂઆત
  • બોર પંક્ચર થતાં મોટર અને સ્ટાર્ટર વારંવાર બળી જાય છે

એક તરફ નલ સે જલ તકની યોજના અંતર્ગત મોટી મોટી જાહેરાત કરાય છે.બીજી તરફ નળ સુધી જળ પહોંચાડતા પૂર્વે જળ મેળવવા ટ્યુબવેલ તેમજ સંગ્રહ માટેની ટાકીઓ જેવા પાયના સાધનો તરફ ધ્યાન અપાતું નથી.જેનું ઉત્તમ ઉદાહરણ વસ્ત્રાલ રિંગ રોડને અડીને આવેલા રામપુરા ગામમાં જોવા મળે છે.

બડોદરા ગ્રામ પંચાયત હેઠળના રામપુરા પરાના ગામની પીવાના પાણીની 40 વર્ષ જૂની ઓવરહેડ ટાકી જર્જરિત હાલતમાં ઉભી છે તો નાનકડી ઓવરહેડ ટાકીમાં પાણી પુરૂ પાડતો ટ્યૂબવેલની પાઇપો લીકેજ થઈ ગઈ છે. ત્યારે રામપુરાની જનતા સત્વરે નવી પાણીની ટાકી તેમજ ટ્યુબવેલ બનાવી અપાય તેવી અપેક્ષાઓ સેવી રહ્યું છે.

આ અંગે રામપુરા પરા વિસ્તારના લોકોનું કહેવું છે કે બડોદરા ગ્રામ પંચાયતમાં અસંખ્ય રજૂઆતો નવા ટ્યુબવેલ બનાવવા તેમજ જર્જરિત ટાકી ને નવેસરથી બનાવવા રજૂઆતો કરી આમ છતાં ગ્રામજનોની રજૂઆતો તરફ દુર્લક્ષતા સેવાઈ રહી છે.ટ્યુબવેલ પંક્ચર થઈ ગયો હોવાથી વારંવાર મોટર બળી જાય છે.

તો ઘણી વાર સ્ટાર્ટર બળી જાય છે.પાણીની ટાકી જર્જરીત હાલતમાં ગમે ત્યારે તૂટી પડી અકસ્માત સર્જે તેવી છે ત્યારે સત્વરે નવા ટ્યુબવેલ અને ટાકી બનાવાય તો નાનકડા ગામની સમસ્યા હલ થાય.

અન્ય સમાચારો પણ છે...