તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હુકા ગામના 2 સંતાનના પિતાએ રખિયાલની પ્રેમી સગીરાનું અપહરણ ,બળાત્કાર બાદ હત્યા કરી હતી

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખિયાલ વિસ્તારમાંથી સગીરાની લાશ મળી આવવાની ઘટના
  • ગત 22 જૂને અપહરણ કરી ટેમ્બલીના જંગલમાં બળાત્કાર કરી દવા પીવડાવી હત્યા કરી હતી

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી 22 જૂનના રોજ સગીરાનું અપહરણ થયું હતું અપહરણ બાદ સગીરાની લાશ ઓઢવ રીંગરોડ પાસેથી મળી આવી હતી.આ અંગે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા બે દિવસમાં હત્યાનું પગેરુ દસકોઈ તાલુકાના હુકા ગામ માંથી મળી આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આમ આ કેસમાં જે રીતની હકીકતો બહાર આવી છે તેના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ઓઢવ રીંગરોડ પાસેના ખેતરમાંથી સગીરાની લાશ મળી આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતાં હત્યાનું પગેરુ દસકોઈ તાલુકાના હુકા ગામના ઇન્દીરાનગરમાં રહેતા 25 વર્ષીય પરણિત અને બે બાળકના પિતા દિલીપ ઉર્ફે બોબો ઠાકોર સુધી પહોંચ્યો હતું. દિલીપને ઝડપી પાડયા બાદ તેની પૂછપરછ કરતાં તપાસમાં બહાર આવી કે દિલીપ અને સગીરા એકબીજાના પ્રેમમાં હતા. સગીરાની સગાઇ નક્કી થઇ ગઈ હતી તેમજ દિલીપ પરણિત અને બે બાળકનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે તેમ હતો નહીં .

સગીરાએ જીદ કરી હતી કે દિલીપ તેની સાથે લગ્ન કરે આથી દિલીપે સગીરાનું હત્યા કરવાનો નક્કી કર્યું હત્યા કરવાના ઇરાદા સાથે દિલીપે પોતાની સાથે રખિયાલથી બાઇક પર સગીરાનું અપહરણ કરી હુકા પાસેના કઠવાડા ટેમ્બલી પાસે આવેલા ગાઢ જંગલમાં બળાત્કાર ગુજારી ઓઢવ રિંગ રોડ પાસે ફરવા લઈ જઈ જંતુનાશક દવા પીવડાવી હત્યા કરી લાશ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધી હતી. લાશના સ્થળની આસપાસ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતાં આરોપી હત્યાનું પગેરુ હુકા સુધી મળી આવ્યું હતું.

રખિયાલની સગીરાના અપહરણ બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપી હુકાનો દિલીપ છે.દિલીપ અને સગીરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતા.સગીરાનું મોસાળ હુકા ગામમાં હોવાથી બંનેની આખ મળી હતી અને પ્રેમ પાગર્યો હતો.પ્રેમી,અપહરણકાર અને હત્યારા દિલીપે સગીરાના અપહરણ બાદ બળાત્કાર કરી હત્યા કરી પોલીસથી બચવા મોબાઈલ ટેમ્બલી પાસેના તળાવમાં ફેંકી દીધો હતો.

તેની કબૂલાત આરોપીએ કરતા પોલીસે તરવૈયાઓની મદદથી મોબાઈલ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. દિલીપ પરણિત બે બાળકનો પિતા હતો .સગીરા સાથે પ્રેમ હતો.સગીરા વારંવાર લગ્નની જીદ કરતી હતી. પરણિત હતો આથી લગ્ન કરી શકે તેમ ન હતો આથી હત્યા કરવાનું વિચાર્યું અને અપહરણ બળાત્કાર બાદ હત્યા કરી.

અન્ય સમાચારો પણ છે...