તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા વેક્સિનેશનની તૈયારી

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7435 આરોગ્ય કર્મીને વેક્સિન અપાશે

કોરોનાને વેકસિનથી નાથવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ ચાલી રહી છે, સાથે ભારતમાં પણ તે અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં કોરોનાની રસી કેટલાક સપ્તાહમાં આવશે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ વેકિસનેશન માટે ગુજરાત સરકાર રાજ્યમાં તમામ રીતે સજ્જ બની છે. તેની સાથે અમદાવાદ જિલ્લામાં પણ તે અંગેની તૈયારીઓ શરૂ કરાઈ છે.જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુએ ટવીટર દ્વારા વેકિસનેશન માટે તૈયારીઓ કરતા કર્મીઓની તસ્વીર શેર કરી છે. તો બીજી તરફ જિલ્લા કલેકટર સંદીપ સાગલેની ઉપસ્થિતમાં કોરોના વાઇરસ રસીકરણ અભિયાન માટે ફ્રન્ટ લાઈન વોરિયર્સની માહિતી તૈયાર કરવા સંલગ્ન વિભાગોને તાલીમબદ્ધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાની રસી પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને આપવાની છે.

તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરિયર્સની વિગતોની ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું છે. ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સ અને કોરોના વોરિયર્સને વેકિસનેશન માટે ડેટાબેસની તૈયારીઓ કરી લેવાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના સરકારી અને બિન સરકારી 7435 આરોગ્ય કર્મીઓને વેકિસનેશનમાં આવરી લેવાશે. જેમાં 6082 સરકારી તેમજ 1353 બિન સરકારી પ્રાઇવેટ આરોગ્ય કર્મીઓને વેકસીન અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો