ઠગાઈ:કુહામાં દોઢ કરોડની જમીન ખોટી રીતે વેચવા બદલ 6 સામે પોલીસ ફરિયાદ; ખોટી પાવર ઓફ એટર્ની અને દસ્તાવેજ બનાવી છેતરપિંડી

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ પાસે આવેલા કુહા ગામના એક ખેડૂત સાથે ખોટી પાવર ઓફ એટર્ની બનાવી 4 વિઘા જમીનની છેતરપિંડી કરાઈ છે. ખેડૂતે જમીન વેચવા કરેલા સમજૂતી કરારમાં ટાઇપ કરેલા કાગળના છેલ્લા પાના પર સહી કરી હતી. આ પાનાનો ઉપયોગ કરી ખોટી પાવર ઓફ એટર્ની બનાવવા ઉપરાંત નકલી દસ્તાવેજ બનાવાયો હતો. ખેડૂતે સીટ સમક્ષ કરેલા કેસમાં એફએસએલમાં સહીઓ ખોટી પૂરવાર થઈ હતી. અંતે છેતરપિંડી કરનારા જમીન દલાલ, નોટરી અને વકીલ સહિત 6 સામે કણભા પોલીસમાં ગુનો નોંધાયો છે.

કુહાના ખેડૂત હિતેશ પટેલ અલગ અલગ સરવે નંબર હેઠળ 22 વિઘા જમીન ધરાવે છે. 2019માં તેમણે ચાર વિઘા વેચવા નિકોલના જમીન દલાલ ઉમેશ સુથાર, વિશાલ દેસાઈ સાથે વાત કરી હતી. તેમણે 1.55 કરોડમાં જમીન વેચવાનું નક્કી કર્યા બાદ સહીઓ કરાવી હતી. છેતરપિંડીમાં નોટરી સી.યુ. શેલતનો પણ સમાવેશ થતો હતો.

FSLની તપાસમાં સહીઓ ખોટી હોવાનું પુરવાર થયું હતું
ખેડૂતની ફરિયાદથી સીટ ધ્વારા તપાસ કરાઈ અને નોટરી સી.યુ.શેલત પાસેથી અસલ નોટરીના પાના મેળવી ખેડૂતની સહીના નમૂના એફ.એસ.એલમાં મોકલવામાં આવતા નોટરી રજિસ્ટરમાં ખોટી સહી કર્યાનું પુરવાર થતા પોતાના નામની બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી અને રજી.વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પોતાને નામે કરી લેવાનું ખુલ્યુ હતું.

જમીન હડપવાનું કાવતરું, ‘સીટ’એ 6 સામે કેસ દાખલ કર્યો
છેતરપિંડીના ગુનો કરી જમીન હડપકરવાનું કાવતરું કરનાર વિજયસિંહ અણદાજી ઠાકોર, બ્રિજશભાઈ રમણભાઈ પટેલ,ઉમેશ રમણભાઈ સુથાર,વિશાલ દેસાઈ,સી.યુ.શેલત, એન.એન.પરમાર વિરુદ્ધ સીટ દ્વારા કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

ખોટી પાવર ઓફ એટર્ની પછી છાપામાં જાહેરાત આપી
કરોડોની જમીન હડપ કરવાનું કાવતરું કરનાર ભુમાફિયાઓએ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી અને પ્રસિદ્ધ થયેલ જાહેરાત ખેડૂતના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કરતા ખેડૂતને જાણ થતાં રજી.વેચાણ દસ્તાવેજ ની કોપી કઢાવતા છેતરપિંડી થયાનું ધ્યાન પર આવતા સીટ સમક્ષ ફરિયાદ કરી તપાસ કરતા ભુમાફિયાઓઓ ફસાઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...