તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મન કી બાત’ કાર્યક્રમ:વેક્સિન અંગે કોઈ ભ્રમ નહીં ફેલાવવા વડાપ્રધાનની અપીલ

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસલાલી, કઠવાડા સહિતના ગામોમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારોએ ‘મન કી બાત’ કાર્યક્રમ માણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને 78 માં એપિસોડ ઘ્વારા સંબોધન કર્યું.કઠવાડા,નાદેજ અસલાલી સહિતના ગામોમાં બીજેપી કાર્યકરો, હોદ્દેદારોએ મોટી સંખ્યામાં કાર્યક્રમને માણ્યો હતો. 78મા એપિસોડમાં મધ્યપ્રદેશના બેતુલના એક ગામના લોકો સાથે વાત કરી ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીંયા વેકિસન બાબતે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.એવું કહેવાઈ રહ્યું છે કે તેનાથી મૃત્યુ થઈ રહ્યું છે.

આ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે વેક્સિન અંગે કોઈ ભ્રમ ફેલાવવો ન જોઈએ.મેં અને મારા માતાએ પણ વેકિસનના બે ડોઝ લીધા છે.તમારા ગામમાં ફેલાવવામા આવેલ ભ્રમમાં સત્ય નથી. મન કી બાતમાં પીએમ મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યુ, કે,મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યું, તેમનું યોગદાન ભૂલી નહી શકાય. તેમણે ઓલ્પમ્કિ ક્વિઝમાં ભાગ લેવા અનુરોધ કર્યો. PM મોદીએ જળ સંરક્ષણની ચર્ચા કરતા ઉત્તરાખંડના પૌડી ગઢવાલના શિક્ષક ભારતીની ચર્ચા કરતા તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ગામડા અને ખેતરોમાં મેડ બનાવો અને આ રીતે જળ સંચય કરો.

અન્ય સમાચારો પણ છે...