તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડેપોઝિટિવ:કોરોનાના વિચારોથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શાળામાં ચિત્રો દોરાયા

વહેલાલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જાનીયાપીર શાળાના 12 વર્ગ ખંડમાં વિવિધ થીમ પર ચિત્રો દોરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
જાનીયાપીર શાળાના 12 વર્ગ ખંડમાં વિવિધ થીમ પર ચિત્રો દોરવામાં આવ્યા હતા.
 • 3 સંસ્થાએ રંગરોગાન માટેનો ખર્ચ ઉપાડ્યો: 60 યુવા ચિત્રકારે 3 દિવસ નિસ્વાર્થ સેવા શ્રમ યજ્ઞ કર્યો
 • જાનીયાપીર શાળાના12 વર્ગમાં વિવિધ ચિત્રો-કાર્ટુનની રચના

કોરોનાની મહામારી બાદ અથવા કોરોના મહામારી વચ્ચે જ્યારે પણ શાળાઓ ખૂલશે ત્યારે બાળકોના તનને કોરોનાથી બચાવવા સેનીટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સની જેટલી જરૂર હશે તેનાથી વિશેષ વિધાર્થીઓના મનને કોરોના કાળના ભીતિના વિચારોથી દૂર રાખવા પડકાર રૂપ હશે ત્યારે શાળાએ આવનાર વિધાર્થીઓના માનસ ઉપર પોઝિટિવ સકારાત્મક અસર ઉભી કરવા દસક્રોઈ તાલુકાના જાનીયાપીર શાળાના શિક્ષક નિરતકુમાર ચંદ્રશંકર જોષીએ કોરોના કાળમાં બાળકોના માનસ ઉપર છવાયેલા નકારાત્મક ચિત્રની અસરો દૂર કરવા શાળાના દરેક વર્ગની દિવાલો ઉપર અસંખ્ય ચિત્રો દોરવાનો ,ચિત્રો ધ્વારા પોઝિટિવ અસર ઉભી કરવા વિચાર કર્યો.

શાળાની દિવાલો ઉપર ચિત્રો દોરવાના વિચાર બાદ ચિત્રો દોરાવવા માટે તેમણે અમદાવાદના યુથ સર્વ ફાઉન્ડેશનના વંદિત કાપકર, એલિક્ષિર ફાઉન્ડેશનના માધિશ પરીખ, સ્વ સર્જન ફાઉન્ડેશનના કૌશલ ગોહિલનો સંપર્ક કર્યો હતો. ત્રણેય સંસ્થાઓએ નિરતકુમાર જોષીને સહકાર પૂરો પાડવાની ખાતરી બાદ ત્રણેય સંસ્થાઓએ ચિત્ર કળામા પારંગત નિપુણ 60 જેટલા યુવાનોને ભેગા કરી ચિત્રો દોરવાનું મિશન આપ્યું. યુવા કલાકારોએ મિશન મુજબ તેમને આપવામાં આવેલી સૂચના સાધનો મુજબ ફક્ત ત્રણ દિવસમાં શાળાની ભીંતો ઉપર અસંખ્ય વિવિધ થિમના ચિત્રો દોરી લીધા.

ચિત્રો દોરવા માટે જોઈતા કલર, પીંછીओઓનો તમામ રંગરોગાનકાર્યનો તમામ ખર્ચ આ ત્રણ સંસ્થાઓએ ઉપાડી લીધો છે. સૌથી મહત્વની બાબત ચિત્રો દોરનાર યુવા ચિત્રકારોએ નિસ્વાર્થ પણે સતત ત્રણ દિવસ શ્રમ યજ્ઞ કરી સેવા આપી .શાળાના વર્ગખંડો માટે સંસ્થાઓ અને યુવાઓ નિસ્વાર્થ સેવા આપી આ યુવા ચિત્રકારોને શાળાના શિક્ષકગણ દ્વારા આ ત્રણ દિવસ શ્રમયજ્ઞ કરનાર યુથ માટે ચા-નાસ્તો અને જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આ શાળામાં વિદ્યાર્થીઓ માટે આવા વિવિધ થીમ આધારિત ચિત્રો દોરવામાં આવ્યા હતા.

સાયન્સ,મેથ્સ,અવકાશ,પર્યાવરણ તેમજ તહેવારોના ચિત્રો દોરવામા આવ્યા
આ અંગે જાણકારી આપતા ચિત્રો દોરવાનો વિચાર જેઓને આવેલ એવા શિક્ષક નિરતકુમાર જોષીએ જણાવ્યું કે એક સમયની દસક્રોઈ તાલુકાની તાજેતરમાં એ.એમ.સી મા ભળેલી જાનીયાપીર પ્રાથમિક શાળામાં 3 સંસ્થાના ખર્ચે અને 60 યુવા ચિત્રકારોની નિસ્વાર્થ સેવા યજ્ઞથી , સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અંતર્ગત 12 વર્ગખંડમાં વિવિધ શૈક્ષણિક થીમ આધારિત ચિત્રો દોરવામાં આવ્યાં છે. જેમાં હેરિટેજ, સાયન્સ, મેથ્સ, પર્યાવરણ, અવકાશ વિજ્ઞાન, પ્રજ્ઞા, સામાજિક વિજ્ઞાન જેવી થીમ આધારિત અભ્યાસક્રમમાં ઉપયોગી ચિત્રો દોરવામાં આવ્યાં. શાળામાં વર્ગખંડોની બહારની દિવાલો ઉપર વિવિધ તહેવારો, વિવિધ સંદેશાત્મક, તથા બાળકોને ગમે તેવા વિવિધ કાર્ટૂન દોરવામાં આવ્યાં.

તદ્ઉપરાંત કક્કો, ABCD અને 1 થી 100 નંબર્સ પણ લખવામાં આવ્યાં જેથી બાળકોને પાયાના શિક્ષણનો પણ સતત મહાવરો થતો રહે. આ કાર્ય માટે પોતાના તન મન ધન સાધનસામગ્રી કળાની નિસ્વાર્થ સેવા આપનાર સંસ્થાઓ ચિત્રકારો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.કોરોનાના કાળમાં છેલ્લાં લગભગ નવ માસથી શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાને લઈને નેગેટીવ વિચારો ન આવે તે માટે હકારાત્મક અભિગમ સાથે ચિત્રો દોરવાનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો