વિરોધ:ભારતીય કિસાન સંઘ દ્વારા MSP સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણાં

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે પુન: વિચારણા કરવા આપેલા 31 ઓગસ્ટ સુધીના અલ્ટિમેટમ બાદ પણ સરકારે કોઇ નિર્ણય ન લેતા સંઘના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કૃષિ પાકના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) વાસ્તવમાં કિંમતના આધારે નક્કી થવા જોઇએ અને સરકારે અમલમાં મૂકેલા નવા કૃષિ કાયદાઓના કારણે સર્જાયેલા વિવાદથી ખેડૂતોમાં ઉભી થયેલી ચિંતાને ધ્યાનમાં લઇને સરકારે નવા કાયદા ઘડવા જોઇએ જેવી વિવિધ માગ સાથે અમદાવાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ ધ્વારા કલેકટર ઓફિસે ધરણા યોજી આવેદનપત્ર આપી પ્રશ્નો હલ કરવા રજુઆત કરી છે.

ખેડૂતોએ આવેદનપત્ર ધ્વારા ખેડૂતોએ MSP નો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરાવવી,સંયુક્ત ખાતામાં એકજ ખેડૂતના નામે રજીસ્ટ્રેશન થાય છે તે દરેક ખાતેદારોના નામે થવું જોઈએ,બે પંચાયતોમાં જમીન હોય તો બંને પંચાયતમાં રજીસ્ટ્રેશન કરવું,ખારીકટ અને ફતેવાડી કેનાલને કમાનમાં લેવી,ખેતીની યોજનાઓમાં ડ્રો સિસ્ટમ બંધ કરી ક્રમાનુસાર લાભ આપવો,ટ્રેક્ટરને 20 વર્ષે ભંગાર માથી બાકાત રાખવું,ટ્રેકટર તેમજ ઓજારોમાં ટેક્ષ મુકિત આપવી,દૂધના વ્યવસાયમાં કપાતો TDS બંધ કરવો,વારસાઈમાં બોજા સાથે નામ દાખલ કરવા બોજા મુકિતના દાખલા મંગાવવા નહિ, ચાલુ સાલ દુષ્કાળની સ્થિતિ હોઈ વિજબીલ તેમજ ઇરીગેશન બિલ માફ કરવા,તબેલામાં લાઈટબીલ એગ્રીકલ્ચર ના યુનિટ દર ધ્યાનમાં લેવા,ખેતીવાડીમાં ચાલુવીજ કનેક્શન ચેકિંગ વખતે પુરવણી બિલ તરીકે અપાતી નોટિસ બંધ કરવી જેવા પ્રશ્નો હલ કરવા રજુઆત કરેલ.

અન્ય સમાચારો પણ છે...