તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વહેલાલમાં ગેસ કંપનીએ ખોદકામ કરતા ઠેર-ઠેર ખાડાથી લોકો ત્રસ્ત

વહેલાલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ બાદ ગ્રાહકોએ બ્લોક બેસાડવાની જવાબદારી લેતા
  • 500 રૂપિયામાં કનેક્શન મળતા લોકોએ તૈયારી બતાવી કનેક્શન લેવા જતા બ્લોક બેસાડવા 500 ખર્ચવા પડે છે

વહેલાલમા પાઇપ ગેસનું ખોદકામ કંપની પછી બ્લોક,પથ્થર બેસાડવા તેમજ પાણી કે ગટર લાઈન તૂટે તો ખર્ચ કંપની નહિ કરે ગ્રાહકોએ કરવાનો રહેશે આ મુદ્દે 50 થી વધુ ગ્રાહકોએ તૈયારી બતાવતા ચોમાસામાંજ ગાંધીનગર સ્થિત પાઇપ દ્વારા રાંધણગેસ સપ્લાય કરતી કંપની દ્વારા ઠેરઠેર ખોદકામ કરાતા ચોમાસામાં નાગરિકોની મુશ્કેલી વધી ગઈ છે. ગ્રાહકોને 500 નું કનેક્શન લેવા જતા 500 ખર્ચીને બ્લોક પથ્થર બેસાડવા પડે છે.ઘણી જગ્યાએ ગ્રાહકને પોસાય નહિ કારીગર ના મળે તો ખાડપર બ્લોક પથ્થર બેસાડ્યા નથી.

ગાંધીનગરની રાંધણ ગેસ સપ્લાય કરતી કંપનીએ એક વર્ષ પૂર્વે 500 રૂપિયા આપો ગેસ કનેક્શન લઈ જાઓની સ્કીમ અંતર્ગત 50 થી વધુ ગ્રાહકોએ કનેક્શન લેવા પૈસા ભર્યા હતા પરંતુ ગ્રામ પંચાયતે ખોદકામ બાદ પુરાણ બ્લોક પથ્થર તેમજ પાણી કે ગટર લાઈન તૂટે તો નાખવાની જવાબદારી કંપનીની રહેશે એવું જણાવતા કંપનીએ આ મુદ્દે હાથ ઊંચાકરી પુરાણ બ્લોક પથ્થર તેમજ પાણી કે ગટર લાઈન તૂટવાની જવાબદારી ગ્રાહકો પર નાખી દીધી છે.

કંપની પાસે પાચ વર્ષ પહેલાં નાખેલી ભૂગર્ભ લાઇનના મેપ નથી આથી ઘણીજગ્યાએ લાઈન શોધવા આડેધડ ખોદકામ વહેલાલમા સૌ પ્રથમ વખત ગેસની પાઇપોના કનેક્શન અપાય છે એવું નથી. સાત વર્ષ પૂર્વે અનેક લોકોને અલગ અલગ વિસ્તાર ફળીમાં કનેક્શન અપાયા છે તે વખતે મેઈન લાઈન તે ફળી ,ગલીમાં નાખી હોય તે અંગેના ભૂગર્ભ લાઇનના નકશા નથી અને તે ફળી, ગલીમાં વર્તમાન સમયે ગ્રાહકોએ કનેક્શન માગતા મેઈન લાઈન શોધવા આડેધડ ખોદકામ કરાતા તે ખર્ચ પણ ગ્રાહકોને ભોગવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...