તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ટીબીને હરાવનારા દર્દીઓને આમંત્રિત કરી માર્ગદર્શન લેવાયું

વહેલાલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેતલપુરમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ

ટી.બી.હારેગા, દેશ જીતેગા” સંકલ્પ સાથે જેતલપુર ખાતે “વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી કરવામા આવી હતી. જેમાં પંચાયતના સદસ્યો,ગ્રામજનોએ ક્ષય રોગને દેશવટો આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકર કરવા માટે શપથ લીધા હતા. દસક્રોઈના જેતલપુર એમ.પી.પંડ્યા હાઈસ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 24 માર્ચ વિશ્વ ટી.બી દિવસ ની ઉજવણી કરી લોકોમાં જનજાગૃતિ કેળવવામાં આવી. જેમાં ટી.બી રોગને હરાવનારા દર્દીઓએ ઉપસ્થિત રહી ટી.બીને કેવી રીતે હરાવવો તે અંગે જાણકારી આપી જાગૃતિ કેળવવામાં આવી હતી.

આ ઉજવણીમાં વિધાર્થીઓએ ‘ટી.બી હારેગા દેશ જીતેગા’ ના બેનરો, સેલ્ફી માસ્ક કેમ્પઇન સાથે નાટક અને પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2025માં ટી.બી નાબૂદ કરવાના ઉદ્દેશથી ગામમાં જનજાગૃતિ કરવામાં આવી હતી. જેતલપુર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મીનલબેન પટેલ,તાલુકા હેલ્થ સુપરવાઇઝર બી.ડી. પટેલ, ટી.બી.સુપરવાઈઝર રાજેશભાઈ રાઠોડ,ગૌતમભાઈ સોલંકી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો