ભવ્ય સ્વાગત:સમરસ નવરંગપુરાને સત્વરે પંચાયત ઘર, ટ્યૂબવેલ, પાઇપલાઇન અપાશે

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા વિકાસ અધિકારીનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. - Divya Bhaskar
તાલુકા વિકાસ અધિકારીનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
  • DDO, TDOએ ગામની મુલાકાત વખતે ખાતરી આપી
  • તાલુકા વિકાસ અધિકારીનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ

દસક્રોઈના સમરસ નવરંગપુરા ગામે ઈ શ્રમ કાર્ડ માટે ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરવા આવેલ જીલ્લા વિકાસ અધિકારી તેમજ દસક્રોઈ તાલુકા વિકાસ અધિકારીનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સમરસ ગામના સરપંચે ગામની મહત્વની જરૂરિયાત પંચાયત ઘર, દરેક ઘરે પાણીની વ્યવસ્થા પાણીની ટાકી , ટ્યુબવેલ,નવી પાણીની પાઇપલાઇન ,સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત કરી હતી.

જેનો જિલ્લા વિકાસ અધિકારીએ હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. અહીં ઉલ્લેખનીય છે કે કઠવાડા ગ્રુપ પંચાયત માથી છુટા પડ્યા બાદ નવરંગપુરાને અલગ પંચાયત નો દરજ્જો મળ્યો છે.પરંતુ ગ્રામ પંચાયત ઘર નથી જે હવે સમરસ સરપંચ અને સદસ્યોની નિમણુંક થતા પૂર્ણ થશે. વધુમાં જણાવ્યું હતુ કે વહેલાલ થી કઠવાડા વચ્ચે 7 કિમિના રોડને પહોળી કરવાની કામગીરી એક વર્ષથી ગોકળગાય ગતિએ ચાલે છે તે ત્રણ વિકમાં પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...