તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:જન્માષ્ટમી નિમિત્તે વહેલાલ ગામના મંદિરોમાં સંચાલકોએ પંજરી તૈયાર કરી

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહેલાલના મંદિરોમાં પંજરી તૈયાર કરવામાં આવી. - Divya Bhaskar
વહેલાલના મંદિરોમાં પંજરી તૈયાર કરવામાં આવી.
  • કાનાને તો માખણ ભાવે જ છે સાથે પંજરી પણ તેટલી જ પ્રિય છે
  • વહેલાલના 4થી વધુ મંદિરમાં પંજરીના પેકિંગ કરવાની કામગીરી શરૂ પ્રસાદ ચમચીથી ન આપવા નાના પાઉચ બનાવાનો નવો અભિગમ

જન્માષ્ટમી ઉત્સવને આડે એક દિવસ બાકી છે જન્માષ્ટમીએ મંદિરોમાં રાત્રે શ્રીકૃષ્ણ અવતાર બાદ ભક્તોને પંજરીનો પ્રસાદ આપવાની પરંપરા વર્ષોથી જોવા મળે છે.ત્યારે વહેલાલના અલગ અલગ ચારથી વધુ મંદિરોમાં સંચાલકોએ પંજરી બનાવી પેકીંગ કરવાની કામગીરી આરંભી હતી.ભક્તોને પંજરી પ્રસાદરૂપે વહેંચવા આજના સમય મુજબ ચમચીથી હાથમાં ન આપતા નાના પાઉચ બનાવી લીધા છે. વહેલાલ ગામના બે રાધાકૃષ્ણ મંદિર, બે સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

યુવાઓ યુવતીઓ મંદિરની સજાવટમાં વ્યસ્ત છે તો સંચાલકો પંજરી બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા.જન્માષ્ટમીને આડે એક દિવસ બાકી છે ત્યારે સંચાલકોએ પંજરીની સામગ્રી મિક્ષ કરી પેકીંગ કરતા જોવા મળ્યા .કાનાને માખણ જેટલી જ પંજરી પ્રિય છે શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. કાનાને માખણ તો ભાવે છે સાથે તેને પંજરી પણ તેટલી જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જ કૃષ્ણજન્મ બાદ પ્રસાદમાં પંજરી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...