4 સામે ફરિયાદ:મોબાઇલમાં પુત્રીનો ફોટો ન રાખવા પિતાએ ધમકાવ્યો તો પડોશીએ માર માર્યો

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગેરતપુરમાં દીકરીનો ફોટો ઇન્સ્ટાગ્રામમાંથી હટાવવાનું કહેતાં પિતા-પુત્ર સાથે ગાળાગાળી અને મારઝૂડ કરી બાઇકને નુકસાન કરી મારી નાખવાની ધમકી મળતાં વિવેકાનંદ પોલીસમાં 4 જણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. ગેરતપુરમાં રહેતા અરવિંદભાઈ રમણભાઈ પરમારની દીકરીની સુવાવડ હોવાથી પિયરમાં રહે છે. દરમિયાન તેમની દીકરીનો જન્મદિન હતો.

આથી દીકરીનો ફોટો તે દિવસે તેમની ફળીમાં રહેતા મેહુલ પરમારે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. દીકરાએ અરવિંદભાઈને જાણ કરતાં તેમણે સોશિયલ મીડિયામાંથી ફોટો દૂર કરાવવાનું કહી મેહુલને ઠપકો આપ્યો હતો. બાદમાં રાત્રે 12 વાગે મેહુલ તેમજ તેના ભાઈ અને પિતા લાકડીઓ લઈને અરવિંદભાઈ અને તેમના દીકરા પ્રતીક સાથે ગાળાગાળી તેમજ મારઝૂડ કરી મારી નાખવા ધમકી આપી હતી.

ઉપરાંત પ્રતીકની બાઇકની ટાંકીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે અશોકભાઈ નટવરભાઈ પરમાર, મેહુલ પરમાર, કરણ પરમાર તેમજ સાગર પરમાર વિરુદ્ધ વિવેકાનંદ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...