તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:નાઝ અંધજન મંડળ સંસ્થાનાં બાળકો માટે 7 લાખનો સોલર રૂફ ટોપ ડોનેટ કર્યો

વહેલાલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નાઝ અંધજન મંડળ સંસ્થાના બાળકો માટે 7 લાખનો સોલર રૂફ ટોપ ડોનેટ કર્યો. આ પ્રસંગે સાણંદની POSCO કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
નાઝ અંધજન મંડળ સંસ્થાના બાળકો માટે 7 લાખનો સોલર રૂફ ટોપ ડોનેટ કર્યો. આ પ્રસંગે સાણંદની POSCO કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
 • સાણંદની POSCO કંપનીના MD,મેનેજર ઈન્સ્ટોલેશન ઓપનિગમાં આવ્યા
 • વિદ્યાર્થીઓ માટે 6 લાખનું અત્યાધુનિક શૌચાલય બનાવી આપ્યું

આમ તો કોઈપણ વ્યકિત અથવા સંસ્થા, કોઈપણ શિક્ષણ આપતી સંસ્થામાં ફળફળાદી, નાસ્તો, નોટબુક, પેન્સિલ,સ્કૂલ બેગ, કમ્પ્યુટર પંખા, પીવાના પાણીનું કુલર, ટેબલ, ખુરશી, જેવી ચીજવસ્તુઓનું ડોનેશન કરે છે વીજળી પ્લાન્ટનું ડોનેશન કરતા નથી, પરંતુ સોલર રૂફ ટોપ પેનલ બનાવતી એક કંપનીએ લાખ્ખો રૂપિયાની સોલર રૂફ ટોપ પેનલ ડોનેટ કરી એક અનોખું ઉદાહરણ આપ્યું છે. દસક્રોઈ તાલુકાના નાઝ અંધજન મંડળ સંસ્થામાં, સાણંદની પોસ્કો ઇન્ડિયા પ્રોસેસ સેન્ટર નામની કંપનીએ 16 કિલો વોટની અંદાજીત સાત લાખ રૂપિયાની સોલર રૂફ ટોપ ડોનેશન કરી છે.

એટલુંજ નહિ કંપનીએ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે 6 લાખ રૂપિયાનું આધુનિક કક્ષાનું શૌચાલય તેમજ બાથરૂમ પણ બનાવી આપ્યા છે.કંપનીના એમડી સહિતનો સ્ટાફ ડોનેશન કરેલ સોલર રૂફ ટોપ, શૌચાલયના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલ.એમડીના હસ્તે ઓપનિંગ કરાયું હતું. 7 લાખ રૂપિયા સોલર રૂફ ટોપ ના ડોનેશન તેમજ ઈન્સ્ટોલેશન પ્રસંગે કંપનીના મેનેજિંગ ડિરેકટર ગનબે કિંમ, જનરલ મેનેજર યુન્સુચા,આઇટી મેનેજર ભરતસિંહ ગોહેલ, એચઆર મેનેજર અભિનવ પાલસિંગ સહિત ઈન્સ્ટોલેશન સ્ટાફ પોતે ઉપસ્થિત રહી સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો