તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નવરંગપુરા ગામને બાકી માગણાં બિલ રજિસ્ટર હજુ સુધી મળ્યું જ નથી

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AMCએ મહિનાઓ બાદ ગામને જન્મ-મરણ રજિસ્ટર આપ્યું
  • નવરંગપુરાના રજિસ્ટર AMC એ લઈ લેતા મુશ્કેલી સર્જાઈ હતી

દસક્રોઈ ટીડીઓની ઉગ્ર રજુઆત તેમજ નવરંગપુરા તલાટીના પંદર પંદર ધક્કા ,અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલીના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરંગપુરા ગ્રામ પંચાયતનું જન્મ મરણ રજીસ્ટર મળતા મહિનાઓથી જન્મ મરણ નોંધણી,પ્રમાણપત્રથી વંચિત ગ્રામજનોને રાહત થઈ છે.જોકે હજુ AMC એ માગણા બિલ રજીસ્ટર આપ્યું નથી. સવા વર્ષ પૂર્વે રાજ્ય સરકાર ધ્વારા કઠવાડા નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સમાવેશ કરવામાં આવેલ .પરંતુ કઠવાડા - નવરંગપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી નવરંપુરા અંગે કોઈજ નિર્ણય કરવામાં આવેલ નહિ.

પરંતુ કઠવાડા નવરંગપુરા ગ્રુપ ગ્રામ પંચાયત હોય તમામ ચાર્જ કોર્પોરેશનને સોંપવામાં આવેલ આથી કઠવાડા નવરંગપુરા ગ્રામ પંચાયતની જન્મ-મરણ નોંધણી રજિસ્ટર પણ ગ્રામ પંચાયત દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સોંપી દેવાયુ હતુ. જન્મ મરણ રજીસ્ટર ના અભાવે નવરંગપુરા ગામમા મહિનાઓથી જન્મ મરણ નોંધણી નહીં થઈ શકવાને કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓમાં મુકાયા હતા. સરકારની અલગ-અલગ યોજનાઓના લાભ પણ મળી શકતો ન હતો.

દસકોઈ તાલુકા વિકાસ અધિકારી પંકજકુમારે AMC ના નાયબ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી નવરંગપુરાના જન્મ-મરણ રજીસ્ટર અલગ હોય તો તેની અસલ અને જોઇન્ટ હોય તો પ્રમાણિત નકલ તત્કાલ નવરંગપુરા તલાટી મહેન્દ્રભાઇને આપવા રજૂઆત કરી હતી.

ટીડીઓની રજૂઆત બાદ તલાટી મહેન્દ્રભાઈ ચૌહાણના ધક્કા તેમજ અધિકારીઓ સાથે બોલાચાલી બાદ અમદાવાદ કોર્પોરેશને જન્મ-મરણ રજીસ્ટર આપતા મહિનાઓથી અટકી પડે જન્મ મરણની નોંધણી શરૂ થતા ગ્રામજનોને થોડી રાહત અનુભવી છે. દસક્રોઈ ટીડીઓ અને નવરંગપુરા તલાટીના સંઘર્ષ બાદ AMCએ જન્મ મરણ રજીસ્ટર આપ્યું પરંતુ આકારણી તેમજ માગણા બીલ રજીસ્ટર આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...