તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ:કણભાના વડોદ પાસેથી દારૂની 12377 નંગ બોટલ સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

વહેલાલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કણભા પોલીસ ઊંઘતી રહી, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી
  • 46,45,965 ની કિંમતની દારૂની 12377 બોટલ તેમજ 54 લાખની કિંમતના 6 નંગ વાહનો મળીને કુલ 1,00,77,585નો મુદ્દામાલ કબજે : 2 આરોપી ઝડપાયા

ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. હજી થોડા મહિના પહેલા અમદાવાદ જિલ્લાના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ પકડ્યો હતો. ત્યારે ફરી એક વખત કણભામાંથી 46 લાખનો દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.

અમદાવાદ જિલ્લામાં દારૂની હેરા ફેરી માટે અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા પાસેના વડોદ ગામની સીમમાં એસ.એમ.સીની ટીમને બાતમી મળી હતી કે, ત્યાં ટ્રકમાંથી લાખોની કિંમતનો દારૂ અન્ય ગાડીમાં જવાનો છે. જે બાતમીના બાધારે પોલીસને 12,377 દારૂની બોટલ મળી આવી હતી. તેમજ કાર અને અન્ય વાહનો સાથે પોલીસે 46 લાખથી વધુનો દારૂ અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે સ્ટેટ મોનિટરીગ સેલ ગાંધીનગર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને દસક્રોઈ તાલુકાના કણભા પોલીસ સ્ટેશન હેઠળના વડોદ ગામના અજાજીના મુવાડા પાસે આવેલ સરકારી પડતર જમીનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનું કટીંગ થવાનું છે તેવી બાતમી મળી હતી.

બાતમીને આધારે મોનિટરીગ સેલની ટીમે કટીંગ ના સ્થળે રેડ પાડતા રૂપિયા 46,45,965 ની કિંમતની દારૂની 12377 બોટલ તેમજ 54 લાખની કિંમતના છ નંગ વાહનો મળીને કુલ 1,00,77,585 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. દારૂની બોટલ સહિત એક કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બે આરોપીઓમાં જીતસિંહ દેવવ્રત ચૌહાણ રહેઠાણ રામોલ વસ્ત્રાલ તેમજ કમલેશ ઉર્ફે બંટી પ્રતાપભાઈ બોરણિયાનો સમાવેશ થાય છે. જેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વોન્ટેડ 14 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...