તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:સાંસદ દેવુસિંહ રાજ્યકક્ષાના કમ્યુનિકેશન મંત્રી બનતા વહેલાલમાં ફ્રી વાઈફાઈ શરૂ થવા આશા

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વહેલાલમાં 2016માં યોજાયેલા કાર્યક્રમની ફાઈલ તસ્વીર. - Divya Bhaskar
વહેલાલમાં 2016માં યોજાયેલા કાર્યક્રમની ફાઈલ તસ્વીર.
  • 2016મા વહેલાલને દત્તક લીધું ત્યારે ફ્રી વાઈફાઈનું વચન આપ્યું હતું
  • ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાથી ફ્રી વાઇફાઇ સેવા હજુ મળી શકી નથી દેવુસિંહ મંત્રી બનતા વહેલાલ ગામના યુવાનોમાં આનંદની લાગણી

કેન્દ્ર સરકારે મંત્રી મંડળનું વિસ્તરણ થતા તેમાં ગુજરાતના ખેડા સંસદીય સીટના યુવા સાંસદ દેવુસિંહ ચૌહાણને રાજયકક્ષાના કોમ્યુનિકેશન મંત્રી બનાવાતા વહેલાલ ગામમાં યુવાનોએ આવકાર આપ્યો છે. 2016 માં સાંસદે દત્તક લીધેલા વહેલાલ ગામને સાંસદે આપેલા વચન મુજબ ફ્રી વાઇફાઇ સેવા શરૂ થવાની આશા જાગી છે.

2016 મા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત સાંસદ દેવુસિંહ ચૌહાણે વહેલાલ ગામને દત્તક લીધું હતું અને 27 જાન્યુઆરી 2016 ના કાર્યક્રમમાં ફ્રી વાઇફાઇનું વચન આપેલું પરંતુ બે બે વાર સાંસદ બન્યા છતાં બે બે સરપંચની પંચાયત બોડીએ રસ નહિ લેતા ખેડા સાંસદ રાજ્યકક્ષાના કોમ્યુનિકેશન મંત્રી બન્યા છતાં ફ્રી વાઇફાઇ સેવા મળી નથી. સાંસદ જ્યારે કોમ્યુનિકેશન મિનિસ્ટર બન્યા છે ત્યારે દેવુસિંહ પંચાયત સાથે કોમ્યુનિકેશન કરી સેવા શરૂ કરાવે એવી લાગણી છે.

વહેલાલ ગામના પૂર્વ સરપંચ સંજયભાઈ પટેલના કાર્યકાળમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે ગામને દત્તક લીધું હતું.અને અમદાવાદ ડીડીઓ ભાર્ગવિબેન દવે,ધારાસભ્ય બાબુભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કાર્યક્રમ યોજાયો હતો અને સાઈબર કીટલી,મોબાઈલ ફ્રી સેવા,તેમજ એ.પી.જે.અબ્દુલ કલામ પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું ત્યારે ફ્રી વાઈફાઈનું વચન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...