કોરોના રસીકરણ:બારેજા પાલિકા વિસ્તારમાં 3 શાળાના 225થી વધુને રસી

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારેજા પાલિકા વિસ્તારમાં 3 શાળાના 225થી વધુને રસી

બારેજા નગરપાલિકાની ચાર શાળાઓમાંથી બાકીની ત્રણ શાળાઓના 15થી18 વયના વધુ 225 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. ચાર શાળાઓમાં તબક્કાવાર રસી આપવાના આયોજન મુજબ બુધવારે નૂતન વિધાલય, ઉમા વિદ્યાલય તેમજ એસ.બી.પટેલ વિદ્યાલય ખાતે 225 વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી. જેતલપુર પીએચસીના આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ કરાયું હતું.

જેમાં શાળાના શિક્ષકોએ સહકાર આપ્યો હતો. ઉપરાંત રસીકરણ સ્થળે પાલિકા પ્રમુખ હેતલબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન અનિલભાઈ પટેલ સહિત સમિતિના સદસ્યો, બીજેપી હોદ્દેદારો કાર્યકરોએ વ્યવસ્થામાં સહકાર આપી કોઈ બાળક રસીથી વંચિત ન રહી જાય તે માટે વાલીઓને ઘેર ઘેર જઇ મેસેજ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...