કોવીડ રસીકરણ:અમદાવાદ જિલ્લાના 40 PHCમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાવર્કરોએ લાભાર્થીઓને ટેલિફોનિક સંપર્ક કરી વેક્સિનેશન કેમ્પમાં આવવા મેસેજ આપ્યો હતો

અમદાવાદ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વય જુથના કોવીડ વેકસીનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ અને 12થી 17 વર્ષના બાકી રહેતા તમામ લાયક લાભાર્થીને બીજા ડોઝ માટે કોવીડ રસીકરણ હેઠળ આવરી લેવાના ઉદ્દેશથી તા.22 મે, રવિવારના જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીડીએચઓ ગૌતમભાઈ નાયકે દસક્રોઈના વહેલાલ સહિત જિલ્લાના દરેક પીએચસી સેન્ટર ખાતે જઇ વેકસીનેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વહેલાલ પીએચસીના મેડિકલ ઓફિસર બ્રિજેશભાઈ શાહે પણ વહેલાલ સહિત વહેલાલ પીએચસી હેઠળના ગામોમાં વેકસીનેશન કામગીરી સરળતાથી ચાલે તે માટે આયોજન કર્યું હતું.

વેકસીનેશન કેમ્પ અગાઉ આશાવર્કરોએ યાદી મુજબ લાભાર્થીઓને કોલ કરી વેકસીન લેવા મેસેજ આપ્યો હતો. લાભાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી વેક્સીનેશન કેમ્પમાં આવરી લેવામા આવેલ તથા જરૂરીયાત મુજબ હર ઘર દસ્તક મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સીનેશન મળી રહે તે માટેનું આયોજન અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...