કાર્યવાહી:માતરના નાયબ મામલતદારને ઓવરટેક મુદ્દે મારી નાખવા ધમકી

વહેલાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારેજા પાસે કારચાલકે બોલાચાલી કરી માર મારી ધમકી આપતાં અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ખેડા જિલ્લાના માતરના નાયબ મામલતદાર કારમાં અમદાવાદ જતા હતા ત્યારે આઈ 20 ના ચાલકને ઓવરટેક કરવા ન મળતા બારેજા બારેજડી પાટિયા પાસે કારના ચાલક અને તેના સાગરીતોએ માર મારી મારી નાખવાની ધમકી આપતા અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માતરમા રહેતા અને માતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યશરાજ કવી તેમજ બે રેવન્યુ તલાટી કેયુરભાઈ પરમાર તેમજ કૌશિકભાઈ પટેલ માતરથી અમદાવાદ તેઓની કારમાં જતા હતા.

આ દરમિયાન નેશનલ હાઇવે આઠ પર સારસા પાસે આઈ 20 ગાડીના ચાલકે ઓવરટેક કરવા પ્રયાસ કરેલ પરંતુ નાયબ કલેકટરની કાર આગળ ટ્રક જતી હોઈ કારને સાઈડ આપી ન હતી.બાદમાં આઈ20 ચાલકે આગળ જઇ કાચ ખોલી નાયબ મામલતદાર ને ધમકી આપી કે આગળ ચાલ તારી વાત છે.

કાર ચાલકે આગળ જઇ બારેજા બીડજ પાટિયા પાસે પ્રગતિ હોટલ આગળ ગાડી ઉભી રાખી નાયબ મામલતદાર ની ગાડી ઉભી રખાવી નાયબ મામલતદારની ફેટ પકડી બહાર કાઢી તું મને સાઈડ કેમ આપતો ન હતો કહી કારના ચાલક અને તેના બે સાગરીતોએ માર માર્યો હતો અને હજુ આગળ નારોલ આવ તને મારી નાખવો છે કહી ભાગી ગયા હતા.

આ બનાવ અંગે નાયબ મામલતદારે કારના નંબર ના આધારે તેમને માર મારનારા અને તેની સાથે રહેલા અજાણ્યા સાગરીતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...