કોવિડની થીમ:વહેલાલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં માસ્ક,સેનેટાઇઝરના હિંડોળા

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં યુવતીઓએ કોવિડની થીમ પર અનોખા હિંડોળા બનાવ્યા
  • હરિ દર્શન સાથે માસ્ક ,વેક્સિનથી કોરોનાથી બચવાનો લોકોને મેસેજ અપાયો

વહેલાલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં યુવતીઓ મહિલાઓએ માસ્ક, વેક્સિન, સેનેટાઇઝરથી હિંડોળા શણગાર્યા છે જેના અનેક લોકો દર્શન કરી રહ્યા છે.વહેલાલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં યુવતીઓ મહિલાઓ રોજબરોજ વિવિધ પ્રકારના પરંપરાગત હિંડોળા સજાવે છે પરંતુ આ સાલ કોરોનાને જોતા હરિ ભક્તો દર્શન કરવા આવે અને હિંડોળા દર્શનમાંથી મહામારી સાવચેતીનો સંદેશ ગ્રહણ કરી આચરણ કરે તે માટે હિંડોળાને માસ્ક,સેનેટાઇઝ બોટલ,ટેબલેટ, ઈન્જેકશન, વેક્સિનથી સજાવાયો છે અને સ્પષ્ટ મેસેજ આપવા પ્રયાસ કરાયો છે કે માત્ર હરિનું નામ દર્શન કરવાથી મહામારીથી બચી શકાશે નહીં તેમ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...