તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તવિકતા:દસક્રોઈ તાલુકાનાં એક પણ આરોગ્ય કેન્દ્રમાં મા કાર્ડની સુવિધા શરૂ નથી થઈ

વહેલાલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે મા કાર્ડ અંગે જાહેરાત કરી પરંતુ વાસ્તવિકતા અલગ જ નીકળી

આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી કે હવે મા,મા વાત્સલ્ય યોજના હેઠળ અગાઉ પરિવાર દીઠ એક કાર્ડ અપાતું હવે લાભાર્થીના પરિવારના દરેક સભ્ય દીઠ કાર્ડ અપાશે અને કાર્ડ સરકારી હોસ્પિટલ,સામુહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી શરૂ થતાં તાલુકા હેલ્થ કચેરી સુધી લાભાર્થીઓને પરિવારના સભ્યો સાથે જવું નહિ પડે ગામના નજીકના પીએચસી સેન્ટરમાંથી મેળવી શકશે.

આ અંગે વાસ્તવિકતા તપાસવા દસક્રોઈ ના વહેલાલ, કણભા,કુહા,જેતલપુર,કાસિન્દ્રા,અસલાલી તેમજ નાદેજ પીએચસી નો સંપર્ક કરતા જાણવા મળ્યું કે પીએચસીમાં કાર્ડ કાઢવાનું શરૂ થયું નથી. પીએચસી મા આ અંગે સૂચના કે સાધનો મળ્યા નથી. આમ હજુ પણ તાલુકા હેલ્થ સેન્ટરમાં જવું પડે છે. આ અંગે તાલુકા હેલ્થ સેન્ટર ખાતે તપાસ કરતા જાણવા મળ્યું કે અગાઉ એજન્સીઓ ઘ્વારા આધારકાર્ડ કઢાતા તે આધાર એજન્સીઓને બંધ કરી દેવાઈ છે.અને કાર્ડ કાઢવાની કામગીરી NHM ના કરાર આધારિત કર્મીઓને સોંપી દેવામાં આવી છે.આ એજ NHM કર્મીઓછે જેઓએ તાજેતરમાં ત્રણ વર્ષથી પગાર વધારાની માગણી મુદ્દે હડતાળ પાડી હતી તેઓને પગાર વધારો નથી મળ્યો પરંતુ મા કાર્ડની કામગીરીમાં વધારો કરી દેવાયો છે.

જાહેરાત મુજબ પીએચસીમાં કાર્ડ નીકળતા નથી.પીએચસીમાં કાર્ડ કાઢવા જોઈતી કેમેરા,પ્રિન્ટર,થમ્બ મશીન જેવા સાધનો કે સૂચના મળી નથી. પીએચસી ના કર્મીઓ પાસે આજે વેકસીનેશન ,ઓપીડી કામગીરી રૂટિન ચેકઅપ,ફિલ્ડ વર્ક,ડિલિવરી ની કામગીરીમાંજ સ્ટાફ ખૂટે છે તેમાં વળી જો મા કાર્ડની કામગીરી ઠોકી બેસાડવામાં આવે તો ઓછામાં ઓછા બે વ્યકિત કાર્ડ બનાવવા જોઈએ.આમ કરવા જતાં અન્ય કામગીરી રખડી પડે તાલુકા હેલ્થ સેન્ટરમાં એજન્સીના માણસોને કાર્ડ દીઠ નજીવી રકમ અપાતી.સરકારે જો પીએચસીમાં મા કાર્ડ કાઢવાનું શરૂ કરવું હશે તો જરૂરી સાધનો આપવા જોઈએ .પીએચસી સ્ટાફને કામે લગાડવા કરતા એજન્સીઓને કાર્ડ દીઠ રકમ વધારે અપાય તો સરકાર પર કાયમી પગારનું અને પીએચસી કર્મીઓ ઉપર કામનું ભારણ તેમજ ઘટે.

અન્ય સમાચારો પણ છે...