ધાંધિયા:દસક્રોઈના અનેક રેશનકાર્ડ ધારકોના ઓનલાઈન ડેટા ન મળતા હાલાકી

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન કાર્ડ માટે મામલતદાર કચેરીના અરજદારોને ધક્કા
  • ​​​​​​​રેશનકાર્ડ અપડેટ માટે 10 દિવસથી વધુ સમય અપાતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા

આયુષ્યમાન કાર્ડ માટે રેશનકાર્ડ અંગેના ડેટા આયુષ્યમાન પોર્ટલ તેમજ રેશનકાર્ડ પોર્ટલ પર ખુલતા નથી,ઘણાના ખુલે છે તો અટકમાં ફેરફાર થવાથી અત્યાર સુધી આવકના દાખલા માટે ધક્કા ખાતા અરજદારે હવે રેશનકાર્ડ ના ડેટા ઓનલાઈન ખોલાવવા સ્વયં ધક્કા ખાવા પડે છે.રેશનકાર્ડ અપડેટ માટે દસ દિવસથી વધુનો સમય અપાતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

આયુષ્યમાન કાર્ડ માટે દસક્રોઈ ના ગામડાઓમાં એજન્સીઓએ કામગીરી આરંભી છે.રેશનકાર્ડ મા સામેલ સભ્યોમાંથી એક સભ્યનો મામલતદાર આવકનો દાખલો ફરજીયાત જોઈએ તેમજ રેશનકાર્ડ .પરંતુ ઘણા કિસ્સામાં રેશનકાર્ડ ના ડેટા ઓનલાઈન અન્ન પુરવઠા વેબસાઈટમાજ બતાવતા નથી તેમજ આયુષ્યમાન પોર્ટલ પર પણ આથી અરજદારોએ રેશનકાર્ડ અપડેટ કરાવવા મામલતદાર કચેરીના ધક્કા પડે છે અને 15 દિવસે બોલાવાય છે.

ડિજિટલ ગુજરાતની વાતો કરતી સરકાર નાગરિકોને રેશનકાર્ડ બારકોડેડ નંબર વાળા આપે છે. આ અંગે ઓનલાઈન ડેટા ચકાસવાની સુવિધા જે અન્ન પુરવઠાના પોર્ટલ પર ઉપલબ્ધ છે ત્યાં દસક્રોઈ ના અનેક નાગરિકોના ડેટામાં ગરબડી જોવા મળે છે.ઓનલાઈન પોર્ટલ પર રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ કુટુંબના રેશનકાર્ડ મા દાખલ નામો બતાવે છે.પરંતુ કેટલાક કિસ્સામાં નંબર દાખલ કર્યા બાદ ડેટા નોટ ફાઉન્ડ,તો કેટલાકમાં રેશનકાર્ડ મા છાપેલી અટક અને ઓનલાઈન અટકમાં ફેરફાર જોવા મળે છે.

કેટલાકના નામો ઉમેરવા અરજીઓ આપી હોય તો પણ દાખલ થતાં નથી. આ માટે અરજદારે મામલતદાર કચેરીએ સમય ભાડુ ખર્ચી જવું પડે છે.આ માટે તુરત અપડેટ કરી આપવામાં આવતું નથી.દસ દસ દિવસે બોલાવાય છે.

પોર્ટલ, રેશનકાર્ડ કોપીમાં અટક જુદી
કેટલાક કિસ્સામાં અન્ન પુરવઠા પોર્ટલ પર અરજદારની અટક અને રેશનકાર્ડ કોપીમાં અટક જુદી બતાવે છે.આમ ડેટા એન્ટ્રીની ભૂલો, ડેટા ઓનલાઈન લોડ નહિ કરાતા હોવાથી નાગરિકો હેરાન થાય છે.

ડેટા ન બતાવતાં વગર કેન્સલ કરાવે રેશનકાર્ડ કેન્સલ કઈ રીતે થાય
કેટલાક કિસ્સામાં અરજદારે આવકના દાખલામાં રેશનકાર્ડ આપ્યું હોય પરંતુ ઓનલાઈન અન્ન પુરવઠા તેમજ આયુષ્યમાંન પોર્ટલ પર રેશનકાર્ડ ડેટા નહિ બતાવતા મામલતદાર કચેરીએ તપાસ કરતા કેન્સલનું ગાણું ગાય છે. વાસ્તવમાં અરજદારે કેન્સલની અરજી આપી નથી હોતી છતાં કેન્સલ બતાવતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...