રજૂઆત:કોવિડ-19 ન્યાય યાત્રા: દસક્રોઈ કોંગ્રેસ દ્વારા પ્રાંતને આવેદન

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય પત્રમાં વિવિધ માંગ સાથે રજૂઆત કરાઇ
  • મૃતકના પરિવારજનોને 4 લાખ અને કોરોના અસરગ્રસ્તોને મેડિકલ બિલ ચૂકવવા માગણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કોવિડ-19 ન્યાય યાત્રાના ભાગરૂપે દસક્રોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા કાઢીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોનાના મૃતક પરિવારજનોને 4 લાખની સહાય સરકાર તરફથી ચુકવાય ઉપરાંત અન્ય ત્રણ માંગ સાથેનું આવેદન દસક્રોઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદાર - કાર્યકરો દ્વારા દસક્રોઈ મહેસૂલભવન ખાતે પ્રાંત અધિકારીને અપાયુ હતુ.

આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ કોવિડ-19 ન્યાય પત્રની 4 માંગણી જેવી કે કોવિડ -19થી અવસાન પામેલ દરેક મૃતક માટે 4 લાખનું વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલ્સની રકમની ચુકવણી,સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવિડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન, પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...