તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જુની અદાવતમાં ઘર સામે રહેતા મિત્રની મિત્રો સાથે મળી હત્યા કરી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસલાલી પાસે કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
  • આરોપીઓ પાસેથી પોલીસે હથિયાર, સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડી તેમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી

અસલાલી ગામની સીમમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાંથી મળી આવેલા અજાણ્યા પુરૂષની લાશનો ભેદ ઉકેલાયો. હતો. અસલાલી પોલીસે 5 હત્યારાને હથિયાર, સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. તપાસમાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

28 જૂને અસલાલી ગામની સીમમાં ખારિકટ કેનાલની સબ કેનાલમાં પીપરિયા ગરનાળા પાસે પાણીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી જોતાં શરીર પર તીક્ષ્ણ હથિયારના 19 જેટલા ઘા મળી આવ્યા હતા.

જે અનુસંધાને અસલાલી પોલીસ ઇન્સ્પેકટર પી.આર.જાડેજા ,પી.એસ.આઈ જે.એચ.વાઘેલાએ તપાસ ટીમો બનાવતા મરનાર પુરુષ કમલેશભાઈ ઈશ્વરભાઈ પંચાલ જગદીશની ચાલી કેડિલાબ્રિજ મણીનગર ઘોડાસરનો હોવાનું જણાઈ મળ્યું હતું.

આ અંગે વધુ તપાસ હાથ ધરતાં કમલેશભાઈ પંચાલના ઘરની સામે જ રહેતા અલ્પેશ મહેન્દ્રભાઈ ઠાકોર તથા અન્ય 4 મિત્રોએ જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યારાઓમાં અલ્પેશ ઠાકોર (ઉ.વ 22), પ્રવીણભાઈ પ્રતાપભાઈ ઠાકોર (ઉં.વ 19),સંજયભાઈ ઠાકોર (ઉં.વ 23) ,સુનિલ શંકરભાઈ ભાટિયા (ઉં.વ 26) , ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ (ઉં.વ 23)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...