ક્રાઈમ:કાસિન્દ્રની વિધવાની કુહાડીના ઘા મારી હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી

વહેલાલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રની ત્રણ સંતાનોની  વિધવા મહિલાના ખેતરમાંથી ચોરી થતા  મહિલાએ આરોપ મુકતા બબાલ થતા  હત્યા કરી લાશ કૂવામાં નાખી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં ત્રણ હત્યારાઓએ હીંચકારું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા .અસલાલી પોલીસ દ્વારા ત્રણેય  હત્યારાઓની ધરપક્કડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દસક્રોઈ ના અસલાલી પોલીસ સ્ટેશન હેઠળના કાસિન્દ્રમાં ખેતરોમાં એકલી રહેતી વિધવા મહિલા શોભના ચુનારા ના સંબંધીઓ ઘેર આવેલા. ઘરનો દરવાજો ખોલતા લોહીના નિશાન મળી આવતા કાંઈક અઘટિત થયાનું જણાતા પ્રથમ સ્વજનો તેમજ બાદમાં પોલીસને જાણ કરાતા અસલાલી પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી  હતી.

ખાટલાના ગોદળા સહિત લાશને કૂવામાં ફેંકી દીધી
મહિલાને થોડા દિવસ પૂર્વે પાસે રહેતા પરેશ ચુનારા સાથે ચોરીના મામલે બબાલ થયાનું જાણવા મળતા પરેશ ચુનારાની તપાસ કરતા પરેશ ચુનારા ઉપર   વિધવા મહિલાએ  ખેતરમાથી  ઘઉં અને સ્પીકરની ચોરી થતા ચોરીનો આરોપ મુકતા બબાલ  થઇ હતી.બાદમાં  પરેશ ચુનારાએ અન્ય એક મિત્ર  કિરણ તળવી સાથે  મોડી રાત્રે  વિધવાની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.હત્યા બાદ લાશને  કૂવામાં નાખી નિકાલ કરવા ત્રીજા એક મિત્ર રાજુ ઠાકોરની મદદ લઇ ખાટલાના ગોદળા સહિત લાશને કૂવામાં ફેંકી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...