છેતરપિંડી:કરોલી, વહેલાલના લોકો સાથે છેતરપિંડી કરનાર ભગવાધારી ટોળકીને પકડી મેથીપાક ચખાડ્યો

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ 3 શખસને પકડી મેથીપાક ચખાડી કણભા પોલીસને હવાલે કર્યાં
  • મણકા ઉપર કંકુ ચોપડી સુગાડતા ભાન ગુમાવી 3 હજાર આપી દીધા છેતરપિંડી કરી રિક્ષામાં ભાગ્યા લોકોના કોલ મેસેજથી પાસેના ગામથી પકડાયા

કરોલીના અને વહેલાલના ઈસમો સાથે બે ભગવાધારી ધારીઓ અને ત્રીજો રીક્ષા ચાલક છેતરપિંડી કરી ભાગ્યા પરંતુ થોડીક મિનિટોમાં પાસેના ગામમાંથી પકડાઈ જતા લોકોએ મેથીપાક ચખાડી વહેલાલ સરપંચે કણભા પોલીસને બોલાવી ત્રણેયને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે.જોકે ભગવાધારીઓએ ઇસમના ત્રણ હજાર પરત કર્યા હતા.પરંતુ થોડા દિવસ પૂર્વે વહેલાલ ના અન્ય ઈસમો આજ થિયરીથી છેતરપિંડી કરી હજારોની વસ્તુઓ પડાવી લેતા કણભા પોલીસમાં તેઓની સામે ફરિયાદ દાખલ કરાઈ છે.પકડાયેલા ઇસમના આધારકાર્ડ પરથી તેઓ દહેગામના હોવાનું જણાયું છે.

બે ભગવાધરીઓ અને રીક્ષા ચાલક ત્રણ હજાર લઈ રીક્ષા લઈ પલાયન થઈ ગયા હતા.પાસે ઉભેલી મહિલાઓએ ત્યાં આવી ઇસમને પૂછ્યું કેમ આટલા રૂપિયા શેના આપ્યા ત્યારે ભાનમાં આવેલા ઇસમને છેતરપીંડીની જાણ થઈ.જોકે વહેલાલ ઇન્દિરાનગરની મહિલાઓ પાસે થોડા દિવસ પૂર્વે આજ ટોળકી આવેલી અને હજારોની વસ્તુઓ નાણાંની છેતરપીંડી કરી પલાયન હતી અને આ ટોળકીની શોધ ચાલતી હતી ત્યારેજ આ ટોળકીએ કરોલીના ઇસમ સાથે છેતરપીંડી કરતા ઝડપાઇ હતી.

મહિલાઓએ તેઓના પુરુષો દીકરાને વાત કરી સતર્ક યુવાઓએ તુરંત આસપાસના ગામોમાં મેસેજ આપી દેવામાં આવ્યો હતો કે ભગવાધારી ટોળકી રિક્ષામાં આવી છે પકડો અને પાસેના ઝાકમાંથી ઝડપાઇ ગયા.પકડાયેલા છેતરપિંડી કરનાર બાવાઓને વહેલાલ ઇન્દીરાનગર વસાહત પાસે લવાયા જ્યાં તાલુકા સદસ્ય સહિત સ્થાનિકોએ મેથીપાક આપી વહેલાલ સરપંચે કણભા પોલીસ બોલાવતા ભગવાધારી લૂંટારા પોલીસ સ્ટેશનની હવા ખાતા થઈ ગયા છે.

ટોળકી દારૂના નશામાં છે: કણભા પોલીસ
આ અંગે કણભા પોલીસમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હા લૂંટારું ટોળકી ને વહેલાલમા લોકોએ પકડી હતી. વહેલાલ સરપંચે કોલ કરી પકડી તપાસ કરવા જણાવતા પોલીસ સ્ટેશન લવાઈ છે ટોળકી દારૂના નશામાં છે.

કંકુવાળો મણકો સૂંઘતા ભાન ભૂલ્યો અને 3 હજાર આપી દીધા
રિક્ષામાં આવેલા બે ભગવા ધારીઓએ પહેલા મને અમદાવાદ નો રસ્તો પૂછ્યો અને મેં સાધુ સમજી 100 રૂપિયા આપ્યા અને મારા પોકેટમાં વધુ નોટો જોતા તેઓએ મને મણકા ઉપર કંકુ નાંખી સુગાડયુ અને મેં ભાન ગુમાવ્યું અને 3 હજાર રૂપિયા આપી દીધા ભગવા ધારીઓ ભાગી ગયા પછી આ હું સભાન અવસ્થામાં આવ્યો ત્યારે જાણ થઈ. સભાન થયો ત્યારે પાસેની મહિલાઓ મદદમાં દોડી આવેલા.

અન્ય સમાચારો પણ છે...