દસક્રોઈ સહિત અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 19 ડિસેમ્બરે થશે.આ માટે નોકરી ધંધામાંથી ત્રણ કલાક માટે મતદારોને રજા આપવા જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 19 ડિસેમ્બરે છે. આ દિવસોએ જાહેર રજા છે પરંતુ દુકાનો,વાણિજ્ય સંસ્થાઓ, હોટેલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરીઓ, રેલવે, ટેલિફોન, તાર, સ્પીડ પોસ્ટ, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયરબ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કેટલીક કચેરીઓ,સંસ્થાઓ રવિવારે પણ તેઓની કામગીરી ચાલુ રાખે છે.
આ સંજોગોમાં આવી કચેરી, સંસ્થાઓના કર્મચારીઓ, કામદારો મતાધિકારથી વંચિત ન રહે તે માટે રવિવારના દિવસે ચૂંટણી હેઠળના વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી,કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં રવિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમદાવાદ દ્વારા રજા જાહેર કરવા આદેશ કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.