108ના કર્મીની પ્રમાણિકતા:દાગીના અને રોકડા 19510 માલિકને પરત કર્યા

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠવાડા રિંગરોડ પાસે કાર ઝાડ સાથે અથડાઈ, સેન્ટર લોક થઈ જતા કાચ તોડી દર્દીને બહાર કઢી હોસ્પિટલે લઈ જવાયો

કઠવાડા એસ.પી.રિંગ રોડ પર એકકાર ઝાડ સાથે અથડાઈ હતી.108 કર્મીઓ એમ્બ્યુલન્સ સાથે પહોંચ્યા હતા અને દર્દીને સિવિલ લઈ ગયા હતા.દરમિયાન 108 ઇએમટી અને પાઇલોટે દર્દીની પાસે રાખેલ સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ 184510 નો મુદામાલ દર્દીના સગાને પરત કરેલ.

એસપી રિંગરોડ કઠવાડા સર્કલ પાસે એક કારચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.દરમિયાન 108 ને કોલ મળતા ઇએમટી કમુબેન તેમજ પાયલોટ અશોક પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કારનું સેન્ટર લોક બંધ હતું અને દર્દી ઘાયલ અવસ્થામાં ગાડીની અંદર હતો.

રાહદારીઓની મદદથી કારના કાચ તોડી ગાડીમાંથી બહાર કાઢી તપાસતા તત્કાલ સારવારની જરૂર હોવાથી અસારવા સિવિલમાં ખસેડાયા હતા. સિવિલ પહોંચે તે પૂર્વે દર્દીએ અંગ પરથી સોનાની ચેન 150000, સોનાનું ૐનું ગળાનું પેન્ડલ 15000 અને રોકડ રકમ 19510 મળી કુલ 184510 મળી આવ્યા જે 108 કર્મીઓએ લઈ લીધા હતા. દર્દી પાસેથી મળેલ નંબર પર કોલ કરતા તેઓના સાળા તેઓની સંભાળ લેવા આવ્યા ત્યારે તેઓને સોનાની વસ્તુઓ અને રોકડ પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...