તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બારેજામાં સુએઝ લાઈન નાખે 10 વર્ષ થયાં, રહીશોને કનેક્શન અપાયાં નથી

વહેલાલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરેક શાસકો દોષનો ટોપલો અગાઉના શાસકો પર નાખી છટકી જાય છે

બારેજા નગરપાલિકાના શાસકો નગરજનોને મીઠા પાણીની નર્મદાની લાઈન નાખી હોવા છતાં પીવાના ખારા પાણી માંથી મુકિત અપાવી મીઠા પાણી ઘેર ઘેર નળ મારફત આપી શક્યા નથી.તેજ રીતે સુએઝ લાઈન રાજ્ય સરકારે નાખી આપી હોવા છતાં, તેમા રહીશોના મકાનના કનેક્શન આપી શક્યા નથી. બારેજામા ઘેર ઘેર ખાળકુવામાંથી મુક્તિ આપી શક્યા નથી. દરેક મકાનના રહીશોએ ફરજીયાત પણે ખાળકુવા બનાવવા પડે છે.

નગરજનોના કહેવા મુજબ સુએઝ લાઈન નાખે 10 વર્ષ થઈ ગયા પરંતુ આજદિન સુધી સુએઝ લાઈન ચાલુ કરાઈ નથી. પરિણામે મકાનદિઠ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી. દરેક મકાનમાં માલિકોએ ફરજિયાત ખાળકુવા બનાવવા પડે છે. જેટલા પણ શાસકો આવે તે બધાજ આગળના શાસકોની બેદરકારી દાખવી છે તેવા નિવેદનો આપી છટકી જાય છે. વર્ષોથી નાખેલી સુએઝ લાઈનમા કેટલાક રહીશોએ જાતે કનેક્શન આપી દીધેલ પરંતુ સુએઝ લાઈન નિકાલની વ્યવસ્થાના અભાવે જામ થઈ ગઈ હશે જેને પુનઃ શરૂ કરવાનું કામ ખર્ચાળ અને જહેમત ભર્યું બનશે.

સુએઝ માટે અને બારેજા માં વરસાદી પાણીની ગટર લાઈન અમુક સોસાયટીમા છે અને તે પણ અમુક જગ્યાએ ચોકઅપ હોય છે અને તેનુ પાણી તળાવમાં જાય છે એટલે સુએઝ કુવા પણ દર 6 મહિને રૂ.2000 આપી ખાલી કરવાનો વારો આવે છે. ચોમાસામાં તો હાલત બે હાલ હોય છે.

ઘણી સોસાયટીઓ તો એવી છેકે જ્યાં ગટર લાઇનના પાણી નિકાલની વ્યવસ્થા પણ નથી રહીશોએ ખુલ્લા ખેતરોમાં પ્લોટમાં ગંદુ પાણી છોડવા મજબુર બનવું પડે છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો ફાટે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાઓનો છટકાવ પણ કરાતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો