તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:દસક્રોઈમાં ફરજિયાત આઇસોલેશન સેન્ટર શરૂ કરવા તઘલખી આદેશ

વહેલાલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પહેલી મેએ પત્ર અને બીજી મે સુધી વ્યવસ્થા કરવા TDOનો
 • ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ સેન્ટરમાં સ્ટીમ વેપોરાઈઝર,દવાઓ તેમજ જમવાની સુવિધા ફરજિયાત

દસક્રોઈના TDOએ દસક્રોઈની તમામ ગ્રામ પંચાયત તલાટી સરપંચને પત્ર લખી ગ્રામ્ય કક્ષાએ કોવિડ પોઝિટિવ કેસોના વ્યકિતઓ માટે આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરી બીજી મે સુધી સાંજે પાચ વાગ્યા સુધી માહિતી પત્રકમાં મોકલી આપવા તઘલખી આદેશ આપ્યો છે.

ટીડીઓના આદેશના પગલે વહેલાલ કેળવણી મંડળના પ્રમુખ દિનેશભાઇ પટેલે વહેલાલ પીએચસી સેન્ટરની બાજુમાંજ આવેલ શાળાના ઓરડાઓનો અથવા બ્રહ્માણી મંદિરના શેડનો સેન્ટર બનાવવા ગ્રામ પંચાયતને ઓફર કરી છે જોવાનું રહે છે કે ગ્રામ પંચાયત કઈ જગ્યા પસંદ કરે છે. બંને જગ્યાએ શૌચાલય, બાથરૂમ, પાણીની સુવિધા ખુલ્લુ નૈસરગિક વાતાવરણ છે. આ માટે ડીડીઓએ ટીડીઓને આપેલી ગાઈડલાઈન મુજબ ગ્રામ કક્ષાએ રચાયેલી ગ્રામ્ય કમિટીના આગેવાનો સાથે મળીને ગ્રામ પંચાયત વિસ્તારમાં જરૂરી અવરજવર પર અંકુશ રાખવાનો રહેશે

.આ સમિતિ દ્વારા ગામના તમામ લોકોના આરોગ્યની પ્રાથમિક ચકાસણી થાય તેવું આયોજન કરવાનું રહેશે . ટીડીઓએ ડીડીઓના પત્રનો રેફરન્સ આપી આદેશ કર્યા છે પરંતુ આજે ગ્રામ્ય કક્ષાએ દર્દીઓના ઓક્સિજન ઘટી રહ્યા છે .શહેરની હોસ્પિટલમાં જગ્યા નથી.

આવા સંજોગોમાં ગ્રામ્ય લેવલે પીએચસીમાં ઓક્સિજન બાટલાઓની પૂરતી વ્યવસ્થા જ નથી .પીએચસીમાં ઓછામાં દસ ઓક્સિજન બોટલની સુવિધા હોવી જોઈએ પરંતુ એકપણ પીએચસીમાં આવી સુવિધા નથી.આવા સંજોગોમાં ઓક્સિજન બોટલની સુવિધા જિલ્લા કક્ષાએથી થશે એવો કોઈ ઉલ્લેખ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો