તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:કોરોનાની વેક્સિનેશન માટે અમદાવાદ જિલ્લામાં તાલીમ અને ડેટાબેઝની તડામાર તૈયારીઓ શરૂ

વહેલાલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરિયર્સની વિગતોની ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું છે. - Divya Bhaskar
અમદાવાદ જિલ્લાના અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરિયર્સની વિગતોની ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું છે.
 • કોરોનાની રસી પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે

કોરોનાને વેક્સિનથી નાથવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ ચાલી રહી છે, સાથે ભારતમાં પણ તે અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં કોરોનાની રસી કેટલાક સપ્તાહમાં આવશે તેવી વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ વેકિસનેશન માટે ગુજરાત સરકાર રાજ્યમાં તમામ રીતે સજ્જ બની છે. તેની સાથે અમદાવાદ જિલ્લામાં પણ તે અંગેની તૈયારીઓ શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુએ ટવીટર દ્વારા વેકિસનેશન માટે તૈયારીઓ કરતા કર્મીઓની તસ્વીર શેર કરી છે. તો બીજી તરફ જિલ્લા કલેકટર સંદીપ સાગલેની ઉપસ્થિતમાં કોરોના વાઇરસ રસીકરણ અભિયાન માટે ફ્રન્ટ લાઈન વોરિયર્સની માહિતી તૈયાર કરવા સંલગ્ન વિભાગોને તાલીમબદ્ધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કોરોનાની રસી પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને આપવાની છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરિયર્સની વિગતોની ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું છે. ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સ અને કોરોના વોરિયર્સને વેકિસનેશન માટે ડેટાબેસની તૈયારીઓ કરી લેવાઈ છે.

7435 આરોગ્ય કર્મીને વેકસીન અપાશે
જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના સરકારી અને બિન સરકારી 7435 આરોગ્ય કર્મીઓને વેકિસનેશનમાં આવરી લેવાશે. જેમાં 6082 સરકારી તેમજ 1353 બિન સરકારી પ્રાઇવેટ આરોગ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો