તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:દસક્રોઈનાં ગામડાંઓમાં 18+ને 100% સ્થાનિકોને રસી મળી રહી છે

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પદ્ધતિ સફળ નિવડી

શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં રસિકરણનું પ્રમાણ સાવ ઓછું છે ત્યારે સ્થાનિકોને વધુને વધુ રસી મળે તે માટે દસક્રોઈના બીલાસિયા તેમજ એનાસણ, કણભા, નાદેજ, વાચ, બીવિપુરા, ગેરતનગર, સિંગરવા જેવા ગામોમાં પ્રાયોગિક ધોરણે ઓન ધ સ્પોટ આઈડી પ્રુફ લઈ જાઓ રજીસ્ટ્રેશન કરાવો પદ્ધતિથી રસીકરણને પ્રચંડ પ્રતિસાદ મળતા સ્લોટના 100% સ્થાનિકોને રસી મળી રહી છે. ગ્રામીણ નાગરિકોમાં પણ આ પદ્ધતિ અમલી બનાવવા માગ ઉઠી છે. સરપંચો આ અંગે જિલ્લામાં રજૂઆત કરે છે.

18+ ગ્રામીણ નાગરિકોને ગામડાઓમાં રસી આપવાનું શરૂ કરાયું છે પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન હોવાથી ગ્રામીણ સેન્ટરોમાં શહેરીજનોજ વધુ રસી લઈ જતા હોવાનું ધ્યાનમાં આવ્યું. દિવસો સુધી નિરીક્ષણ કરતા ધ્યાન પર આવ્યું કે શહેરી નાગરિકો કરતા ગ્રામીણ નાગરિકોને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ગ્રામીણ વિસ્તારોમાં ટાવર નહિ પકડાવવું, ગમે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન બ્લોક ખુલવા, સૌ કોઈ પાસે એન્ડ્રોઇડ ફોનનો અભાવ,રજિસ્ટ્રેશન કરતા ના આવડવું જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ગુજરાત સરકારે 18+ રજીસ્ટ્રેશન તેમજ એપોઇન્ટમેન્ટ લઈ આવે તેવી નીતિ રાખી છે જેમાં ગ્રામ્ય નાગરિકો રજિસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલીઓને કારણે રજિસ્ટ્રેશન કરાવતા નથી અને શહેરીજનોની સરખામણીમાં રસી ઓછી લે છે. ગ્રામ્ય કમ્પ્યુટર ઓપરેટરને એક રજિસ્ટ્રેશન દીઠ 5 આપવાની જાહેરાત છતાં રજીસ્ટ્રેશન કરતાં નથી. ગ્રામીણ નાગરીકોને અનુકૂળ રહેતા ઓન ધ સ્પોટ રસીની માગ વધતા સરપંચોની ભલામણથી આ પદ્ધતિ અપનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...