દસક્રોઈની બેઠક પર આ વખતે થયેલા મતદાનમાં ભાજપને સતત બીજી ટર્મમાં પણ પોસ્ટલ બેલેટથી સરકારી કર્મચારીઓના 40 ટકા જ મત મળ્યા છે. બાકીના 60 ટકા મતો કોંગ્રેસ અને આપ ને મળ્યા છે.જે દર્શાવે છે કે દસક્રોઈ ના સરકારી કર્મીઓ સરકારથી પગાર વધારો ,પેંશન કે કામના ભારણ મુદે કે અન્ય કારણસર અથવા સરકારથી નારાજ હોવાનું તારણ પોસ્ટલ બેલેટ ના મતોની ગણતરીના આંકડાઓ પરથી લાગે છે. દસક્રોઈમા આ વખતે પણ સીટીંગ ધારાસભ્ય બાબુભાઇ પટેલ સતત પાચમી વાર જંગી મતોથી જીત્યા છે.
પોસ્ટલ બેલેટથી મળેલા મતો સૌથી વધારે આવવા જોઈએ પરંતુ બીજેપી ને કુલ પોસ્ટલ બેલેટ મતના 40 ટકા જેટલા જ મતો મળ્યા છે. જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 1553 બેલેટ મતમાંથી કોંગ્રેસને 335,આપ ને 559 ,બીજેપી ને 622, અન્યોને 8 અને નોટામાં 29 મત મળ્યા છે.ભલે બે હરીફો કરતા વધુ પોસ્ટલ બેલેટ મત મળ્યા પરંતુ બાકીના બે હરીફ પક્ષોને 894 મળ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે સરકારી કર્મી મતદારો પગાર વધારો,જૂની પેન્શન નીતિ,વધુ પડતા કામના ભારણ કે કોઈ મુદ્દે સરકારથી નારાજ છ તેમ માનવામાં આવે છે.
એવું નથી કે સરકારી કર્મીઓએ 2022 ની ચૂંટણીમા બીજેપી સરકારથી નારાજ હોઈ ઓછા મત આપ્યા પરંતુ 2017 મા પણ કુલ પોસ્ટલ બેલેટ મતદાર 1454 હતા.જેમાંથી સૌથી વધુ કોંગ્રેસને 829 , બીજેપી ને 580 અન્યને 45 મત મળ્યા હતા.દસક્રોઈમા 2022ની ચૂંટણીમાં પણ મતદારોએ સીટીંગ ધારાસભ્ય બાબુભાઈ પટેલ પર ફરીવાર ભરોસો મૂકી તેમને વિજેતા બનાવ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં આ વિસ્તારની જનતાને તેમની પાસે અનેક અપેક્ષાઓ રહેલી છે ત્યારે આ વિસ્તારમાં વધુ સારા વિકાસકામો થશે તેવી લોકો આશાએ જ સીટીંગ ધારાસભ્ય પર ભરોસો મૂક્યો છે.તેથી આગામી દિવસોમાં શું થાય છે તે જોવુ રહ્યુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.