તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણથી અમદાવાદ આવતી એસટી બસમાં પેસેન્જર બેભાન થઈ જતા 108 ની ટીમ પહોચી ગઈ હતી અને બેભાન પેસેન્જરને સારવાર આપતા મળેેલી 7280ની રોકડ, 4 મોબાઈલ સ્વજનને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.
દસક્રોઈ કઠવાડા 108 કોલ સેન્ટરના પ્રોજેકટ મેનેજર જીતેન્દ્ર શાહીના જણાવ્યા અનુસાર સોમવારે 108 કોલ સેન્ટરમાં કોલ મળતા ચાંદખેડા લોકેશનની 108 એમ્બ્યુલન્સના પાયલોટ દિવ્યરાજસિંહ રાઠોડ તેમજ ઇએમટી વિશાલ પડસાલા અડાલજ ચોકડી પાસે બસ પાસે પહોંચી જઇ બસમાંથી પેસેન્જરને એમ્બ્યુલન્સમા લાવી સારવાર શરૂ કરી ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમની પાસેથી 7280 રોકડા,4 મોબાઈલ મળ્યા હતા. બેભાન થયેલ બંકીમભાઈ શુક્લા મૂળ બોમ્બેના હતા તેઓ મહેસાણામાં રહેતા સસરાને ત્યાંથી પાટણ અમદાવાદ બસમાં અમદાવાદ આવતા હતા અને અડાલજ ચોકડી પાસે આચકી આવતા બેભાન થયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.