તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે રસી લેવી અત્યંત મહત્વની બની છે.વધુમાં વધુ લોકો રસી લે તે માટે ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોને ઘેર ઘેર મોકલી રસીકરણ માટે લઈ જવાના આદેશ મુજબ લાંભા ગામમાં બીજેપી કાર્યકરોએ ચલો રસીકરણ અભિયાન ચલાવી છેલ્લા દિવસમાં 805 લોકોને રસીકરણ કરાવ્યું છે. આ અભિયાનમાં વેક્સીન રસીકરણના લાંભા વોર્ડમા ઇન્ચાર્જ હરેશભાઈ પટેલ અને કાઉનસીલર માનસિંહભાઈ સોલંકી, જશોદાબેન આમલીયાર અને ડૉ ચાંદનીબેન પટેલે અને લાંભા વોર્ડની ભા.જ.પા. ટીમ ઘરઘર જઈ, શેરીઓમાં સભાઓ કરી સમજાવી રસીકરણ માટે તૈયાર કરે છે અન્ય કાર્યકરો તેઓને રસીકેન્દ્ર સુધી લઈ જાય છે.
મુખ્યમંત્રી રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના આદેશ સૂચના મુજબ પેજ પ્રમુખ,કાર્યકરો, કોર્પોરેટર ,વોર્ડ પ્રમુખ,ધારાસભ્ય ઘેર ઘેર જઈ લોકોને રસીકરણથી કોઈ આડઅસર નથી થતી તેમ કહી રસીકરણના ફાયદા સમજાવી વ્હિકલમાં બેસાડી રસીકેન્દ્ર સુધી લઈ જઈ રસીકરણ બાદ ઘેર સુધી મૂકી જાય છે.
લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવા માનસિક રીતે સમજાવવા, રસીકરણના ફાયદા સમજાવવા, રસીની આડઅસર નથી સમજાવવા નવા ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર જશોદાબેન આમલિયાર અને ડૉ.ચાંદનીબેન પટેલ મહિલા કાર્યકરો સાથે ઘેર ઘેર જઈ લોકોને સમજાવી રહ્યા છે.રસીની તૈયારી બતાવતા લાભાર્થીઓની યાદી તૈયાર કરી યુવા પુરુષ કાર્યકરોને મોકલી આપે છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.