ફરિયાદ:બારેજામાં ઘરમાલિકના છોકરાનું સગીરા પર દુષ્કર્મ

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષથી સગીરાનો પરિવાર ભાડેરહેતાો હતો
  • મોબાઈલ ચાર્જિંગ કરવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો: અસલાલી પોલીસમાં ફરિયાદ

બારેજામા ઘર માલિકે ભાડુઆતની સગીરા પર ખાટલા પર હાથ બાંધી બળાત્કાર કરતા સગીરાના પરિવારે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બારેજા ટીમલાફળીમા 15 વર્ષથી ભાડે રહેતા કડીયાકામ કરી જીવન ગુજારતા દાહોદના પરિવારની ધોરણ આઠમા અભ્યાસ કરતી સગીરા બપોરે ઘરમાં એકલી હતી. તે દરમિયાન ઘર માલિકનો દીકરો મોબાઈલ ચાર્જીંગમાં મુકવા આવતા સગીરા ઘરની બહાર નીકળતી હતી.

ત્યારે પકડીને ખાટલા પર સુવાડી હાથ બાધી દઇ કપડા ઉતારી બળાત્કાર કર્યો હતો.દરમિયાન સગીરાનો મોટો ભાઈ ટ્યુશનમાંથી આવ્યો ત્યારે તેની સગીરા બહેન રડતી હતી. દરવાજો ખખડાવી ખોલાવતા મકાન માલિકના છોકરાએ દરવાજો ખોલ્યો અને ભાગી ગયો.આ અંગે સગીરાના ભાઈએ માતા પિતાને જાણ કરતા આવીને માતાએ સગીર દીકરી પાસેથી બળાત્કારની ઘટના અંગે સાંભળી ઘર માલિકના છોકરા વિરુદ્ધ બળાત્કાર ગુજારાયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...